Sukesh Chandrashekhar On Nora Fatehi: ડાન્સર અભિનેત્રી નોરા ફતેહીએ તાજેતરમાં કહ્યું હતું કે 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરે તેની ગર્લફ્રેન્ડ બનવાની શરતે તેને એક મોટું ઘર અને વૈભવી જીવનશૈલીનું વચન આપ્યું હતું. સુકેશ ચંદ્રશેખરે એક નવા નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે તેણે નોરાને મોરોક્કોમાં ઘર માટે પૈસા આપ્યા હતા. તમને જણાવી દઈએ કે નોરા ફતેહીએ તાજેતરમાં સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડના છેતરપિંડીના કેસમાં તેની સંડોવણીના સંદર્ભમાં નવા નિવેદનો નોંધ્યા હતા. નોરા ઉપરાંત જેકલીન ફર્નાન્ડિઝ પણ આ કેસમાં સામેલ છે.


નોરાને ઘર ખરીદવા માટે મોટી રકમ આપી હતી: સુકેશ


મીડિયાને આપેલા તાજેતરના નિવેદનમાં સુકેશે કહ્યું, "આજે તે (નોરા) મને ઘર આપવા વિશે વાત કરે છે પરંતુ આ પહેલા જ નોરાએ તેના પરિવાર માટે મોરોક્કોના કૈસાબ્લાન્કામાં ઘર ખરીદવા કહ્યું હતું. અને તે માટે મે તેને મોટી રકમ પણ આપી હતી. આ બધી નવી વાતો 9 મહિના પહેલા ED દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કાયદાથી બચવા માટે તેના દ્વારા ઘડવામાં આવી છે.


નોરાને BMW S સિરીઝ આપવામાં આવી હતી


તમામ નવા અને જૂના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા સુકેશે એમ પણ કહ્યું, “નોરા દાવો કરે છે કે તેણીને કાર જોઈતી ન હતી. અથવા તેને મારા પાસેથી કોઈ કાર લીધી નથી. આ બહુ મોટું જૂઠ છે. કારણ કે તે મારા જીવનમાં આવી તે પછી જીદ કરી રહી હતી કે તેને મોટી કાર જોઈએ છે ત્યારે મે તેને તેની પસંદગીની કાર ગિફ્ટ કરી હતી. આ વિશે ED પાસે તમામ ચેટ્સ અને સ્ક્રીનશોટ પણ છે તેથી કોઈ જૂઠ નથી. હકીકતમાં હું તેણીને રેન્જ રોવર આપવા માંગતો હતો પરંતુ કાર સ્ટોકમાં ઉપલબ્ધ ન હોવાથી અને તેણીને તાકીદે કારની જરૂર હતી.  તેથી મેં તેણીને બીએમડબલ્યુ એસ સીરીઝ આપી જેનો તેણીએ લાંબા સમય સુધી ઉપયોગ કર્યો. મારી અને નોરા વચ્ચે ક્યારેય કોઈ પ્રોફેશનલ ટ્રાન્ઝેક્શન થયું નહોતું કારણ કે તેણી દાવો કરી રહી છે એક વખત સિવાય જ્યારે તેણીએ મેરી ચિંતા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇવેન્ટમાં હાજરી આપી હતી જેના માટે તેણીની એજન્સીને સત્તાવાર રીતે ચૂકવણી કરવામાં આવી હતી.


નોરાને જેકલીનની ઈર્ષ્યા થતી હતી


સુકેશે એમ પણ કહ્યું કે તે જેકલીન ફર્નાન્ડીઝ સાથે 'ગંભીર સંબંધ'માં હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે નોરા જ જેકલીનથી ઈર્ષ્યા કરતી હતી. જણાવી દઈએ કે નોરાએ જેકલીન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કારણે હાલમાં નોરા અને જેકલીન કાનૂની લડાઈમાં ફસાઇ છે.


કેસની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે.


સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે કથિત મની લોન્ડરિંગ કેસમાં દલીલો મુલતવી રાખી હતી. કોર્ટે જેકલીનની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની અરજી પણ મંજૂર કરી છે. કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરીએ થશે.