હવે આ મામલે બૉલીવુડ ક્વિન કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના સતત સોશ્યલ મીડિયા પર સુશાંદ સિંહ રાજપૂત મામલા પર પોતાનો મત વ્યક્ત કરી રહી છે. કંગનાએ એક ટ્વીટ કર્યુ છે, તેમાં લખ્યું- જો નાર્કેટિક્સ કન્ટ્રૉલ બ્યૂરોએ Bullywood માં પ્રવેશ કર્યો છે, તો કેટલાય એ લિસ્ટર્સ જેલના સળીયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવે તો કેટલાક ચોંકાવનારા ખુલાસા થશે. આશા છે @PMOIndia સ્વચ્છ ભારત મિશન અંતર્ગત Bullywood કહેવાતી ગટરની સફાઇ કરે.
સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે, એજન્સી હવે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં રિયા સાથે ગયેલી સુશાંતની યુરોપ ટ્રિપથી પરત ફર્યા પછીના ઘટનાક્રમ વિશે જાણવા માંગે છે. સુશાંત સિંહ રાજપૂત બ્રાંદ્રામા 14 જૂનો પોતાના ઘરે મૃત અવસ્થામાં મળ્યો હતો. આ બાદ સુશાંતના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ પટનામાં એફઆઇઆર દાખલ કરાવી હતી, અને હાલ આ કેસ સીબીઆઇ સંભાળી રહી છે.
સુત્રે એ પણ કહ્યું એજન્સી એ પણ જાણવા માંગે છે કે સુશાંત અને રિયા વચ્ચેના સંબંધો કેવા હતા, અને તેના સ્ટાફ અંગે શું માહિતી છે. જેમાં નીરજ, દીપેશ, સુશાંતના સીએ સંદીપ શ્રીધર, એકાઉન્ટન્ટ રજત મેવાતી, કૂપર હૉસ્પીટલ વગેરે વિશે માહિતી એકઠી કરી રહી છે.