મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે દાવ ફસાયો છે, એકબાજુ બિહાર પોલીસ મુંબઇમાં આવીને તપાસ કરી રહી છો, તે બીજીબાજુ મુંબઇ પોલીસ પર બિહાર પોલીસને તપાસમાં સહકાર ના આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હવે મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે.

બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા દત્તાએ એક લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે મુંબઇ પોલીસ પર ભરોસો નથી કરી શકાતો. આ દરમિયાન તેને સુશાંત કેસમાં મુંબઇ પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે.



તનુશ્રી દત્તા બૉલીવુડથી લગભગ 10 વર્ષથી અલગ છે, ગયા વર્ષે મીટૂ મૂવમેન્ટ અંતર્ગત તેને બૉલીવુડ એક્ટર નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે સુશાંત કેસમાં મુબઇ પોલીસ પર નિશાન તાકીને ફરીથી ચર્ચામાં આવી છે. તેને ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન કહ્યું કે, મુંબઇ પોલીસ માત્ર દુનિયાને બતાવવા માટે કામ કરે છે, તપાસ મુદ્દે મુંબઇ પોલીસ પર બિલકુલ ભરોસો ના કરી શકાય.

તનુશ્રી દત્તાએ વીડિયોમાં કહ્યું કે, બૉલીવુડમાં કોઇને કોઇની નથી પડી, તો પછી કોઇ આઉટસાઇડર હોય તો શું થાય. સુશાંતના મોતની તપાસને તેમને શું પડી હોય. મુંબઇ પોલીસ કેસને જલ્દી પતાવવા માંગે છે, તેઓ આરોપીઓને ઓળખે છે, અને નેતાઓ સાથે મળેલા હોય છે. એટલે કેસ જલ્દી પુરો કરવાની કોશિશ કરાઇ રહી છે.



નોંધનીય છે કે, મુંબઇ પોલીસ મુંબઇમાં તપાસ કરવા આવેલી બિહાર પોલીસને કોઇ પણ જાતનો સપોર્ટ નથી કરી રહી. ના કોઇ વાહન કે કોઇ ટેકનિકલી સપોર્ટ. સુશાંત સિંહ કેસમાં તપાસ કરવા મુંબઇ આવેલા પટના એસપી વિનય તિવારીને મહારાષ્ટ્ર પોલીસે જબરદસ્તીથી પકડીને ક્વૉરન્ટાઇન કરી દીધા છે. આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.