મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો હતો. આ વીડિયોમાં ખુલાસો થયો હતો કે સુશાંત સિંહ રાજપૂતે જે દિવસે આત્મહત્યા કરી હતી, તે દરમિયાન એક સંદિગ્ધ મહિલા તેની બિલ્ડિંગમાં આવતી દેખાઇ રહી હતી. છેલ્લા કેટલાક દિવસોથી આ મહિલાની ઓળખની કોશિશ ચાલી રહી હતી, પરંતુ હવે મુંબઇ પોલીસ સુત્રોનુ માનીએ તો આ મહિલાની ઓળખ થઇ ગઇ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ મહિલાનુ નામ જમીલા છે, આ મહિલા રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક ચક્રવર્તીની દોસ્ત છે. સુત્રો અનુસાર જમીલા પોતાના અન્ય મિત્ર પ્રિયંકા ખેમાની અને મહેશ શેટ્ટીની સાથે મૌતના સમાચાર સાંભળીને તેને જોવા આવી હતી. જોકે, ત્યાં હાજર પોલીસની ટીમે તેને સુશાંતના ઘરેમાં ઘૂસવા ના દીધી, અને તે ઘરના સ્ટાફને મળીને બાદમાં ત્યાંથી નીકળી ગઇ હતી.



વળી, સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવે છી, જેમાં સુશાંત અને રિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૌવક અને જમીલાની સાથે અન્ય કેટલાક લોકો દેખાઇ રહ્યાં છે. સુશાંત અને રિયા રિલેશનશીપમાં હતા. સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે, અને તેના પર આત્મહત્યા કરવા માટે ઉકસાવવા સહિત અન્ય આરોપો લગાવ્યા છે.



વળી, ઇડી પણ રિયા, શૌવિક અને તેના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી સાથે મની લૉન્ડ્રિંગ કેસમાં તેમની કેટલીય વાર પુછપરછ કરી ચૂકી છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બ્રાન્દ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં હત્યા અને આત્મહત્યા વચ્ચે ગૂંચવાયેલા આ કેસમાં મુંબઇ પોલીસ ઉપરાંત પટના પોલીસની સાથે સાથે હવે સીબીઆઇ પણ તપાસમાં લાગી છે.