મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ ચાલી રહી છે. જેમાં ડ્રગ્સ મામલે એનસીબી રિયા બાદ બીજા મોટા પેડલર અને સેલિબ્રિટીઓને નિશાન બનાવી શકે છે. ડ્રગ્સ કેસમાં એનસીબીએ રિયા તેના ભાઇ શૌવિક સહિત કેટલાક ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. પરંતુ હવે એનસીબીની નજર રિયા ચક્રવર્તીએ સૂચવેલા 25 બૉલીવુડના નામો પર છે.

હવે આ બધાની વચ્ચે રિપોર્ટ છેકે એનસીબી બહુજ જલ્દી બૉલીવુડના જાણીતા ફિલ્મ મેકર-દિગ્દર્શક કરણ જૌહરની તે પાર્ટીના વીડિયોની તપાસ કરી શકે છે, જે ગયા વર્ષે એટલે કે 2019માં વાયરલ થઇ હતી. કરણની તે પાર્ટીના વીડિયોને લઇને સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ હતી.



ગયા વર્ષે કરણ જૌહરની પાર્ટીમાં વિકી કૌશલ, દીપિકા પાદુકોણ,શાહિદ કપૂર, રણવીર કપૂર, મલાઇકા અરોડા, અર્જૂન કપૂર, વરુણ ધવન, જોયા અખ્તર, અયાન મુખર્જી, મીરા રાજપૂત જેવા સ્ટાર્સ દેખાયા હતા. તે સમયે કેટલાક લોકોને લાગી રહ્યું હતુ કે કરણની આ પાર્ટીમાં આ સ્ટાર્સે ડ્રગ્સ લીધુ હતુ.

એટલુ જ નહીં આ વીડિયોના વાયરલ થયા બાદ એમએલએ મનજિન્દર એસ સિસરાએ સોશ્યલ મીડિયા પર વીડિયોમાં દેખાતા બૉલીવુડ સ્ટાર્સ પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કરણ જૌહરે આ વિશે સ્પષ્ટતા કરતા ડ્રગ્સ લેવાની વાતનો ઇનકાર કરી દીધો હતો.