મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલા ડ્રગ્સ એન્ગલમાં રિયા ચક્રવર્તી હાલ એનસીબીની કસ્ટડીમાં છે. તે 22 સપ્ટેમ્બર સુધી મુંબઇની ભાયખલા જેલમાં બંધ રહેશે. તેની સાથે તેનો ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત સુશાંતના પૂર્વ હાઉસ મેનેજર સેમ્યૂઅલ મિરાંડા અને ઘરમાં કામ કરનારો દીપેશ સાવંત પણ જેલમા છે.રિયાની પુછપરછ દરમિયાન એનસીબીને બૉલીવુડના 25 સેલિબ્રિટીઓ વિશે જણાવ્યુ છે જે ડ્રગ્સ લેતા હતા.

હવે સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસની પાસે પાવના આઇલેન્ડ પર ડ્રગ્સની પાર્ટી થવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો જગદીશે કર્યો છે. જગદીશે આ ખુલાસો એનસીબીના નિવેદનમા નોંધાયો છે. બૉટમેન જગદીશ અનુસાર પાવના આઇલેન્ડ પર સુશાંત પોતાના મિત્રોની સાથે પાર્ટી કરતો હતો. આ આઇલેન્ડ પર સુશાંત સિંહ રાજપૂતની સાથે સાથે રિયા ચક્રવર્તી કેટલીય વાર આવતી હતી.

જગદીશે ખુલાસો કર્યો છે કે આ આઇલેન્ડમાં એક્ટ્રેસ સારા અલી ખાન પણ ચાર-પાંચ વખત આવી છે. ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તીએ એનસીબીને આપેલા નિવેદનમાં જે 25 સેલિબ્રિટીઓનુ નામ બતાવ્યુ છે, તેમાંથી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને રણવીર સિંહની ફેશન ડિઝાઇનર સિમોન ખંબાટાનુ નામ પણ સાર્વજનિક થયુ છે. એનસીબી તેમને સમન્સ મોકલવાની તૈયારીમાં છે.

બૉટમેન જગદીશે એનસીબીને આપેલા નિવેદનમાં કહ્યું કે સેમ્યૂઅલ મિરાંડા, સિદ્વાર્થ પીઠાણી, શૌવિક ચક્રવર્તી, દીપિશ અને જૈદ પણ આ આઇલેન્ડ પર આવી ચૂક્યા છે, અહીં પાર્ટી થતી હતી. આ પાર્ટી નશાની થતી હતી, જગદીશે આ એ પણ કહ્યુ કે પાર્ટીમાં ગાંજાનો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો.