મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસ સીબીઆઇને સોંપી દેવામાં આવ્યો છે. બીજેપીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ મોત મામલે દુબઇ લિંક તરફ ઇશારો કર્યો છે. તેને પોતાના નિવેદનમાં સીબીઆઇને સૂચન કર્યા છે કે તેને પોતાની તપાસમાં પહેલા થયેલી હાઇપ્રૉફાઇલ મોતોથી મદદ લેવી જોઇએ, જેમાં સુપરસ્ટાર શ્રીદેવી પણ સામેલ રહી છે.


પોતાની વાતોને રાખતા ગુરુવારે સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના એક ટ્વીટમાં કહ્યું- ઇઝરાયેલ અને યુએઇ સાથે રાજનીતિક સંબંધોના કારણે ભારતમાં દુબઇ દાદા લોકો ખુબ પરેશાનીમાં છે. સીબીઆઇએ સુશાંત, શ્રીદેવી અને સુનંદાની હત્યા મામલે જાણકારી માટે મોસાદ અને શિન બેથની મદદ લેવી જોઇએ.



ફેબ્રુઆરી 2018માં શ્રીદેવીનુ નિધન થયુ હતુ, અહીં કહેવામાં આવ્યુ હતુ કે, દુબઇની એક હૉટલમાં બાથટબમાં પડીને ડુબી જવાથી તેનુ મોત થઇ ગયુ 17 જાન્યુઆરી 2014ની રાત્રે દિલ્હીની એક હૉટલના રૂમમાં સુનંદા પુષ્કર રહસ્યમયી રીતે મૃત હાલતમાં મળી હતી.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં બુધવારે સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, અને પ્રસંશા કરતા લખ્યું હતું- સીબીઆઇ જય હો. આ પહેલા સ્વામીએ સુશાંતના મોતને હત્યા ગણાવી દીધી હતી.