મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પરિવારજન સાથે સાથે ફેન્સ પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર લોકો સુશાંત સિંહ સાથે જોડાયેલી યાદો શેર કરી રહ્યાં છે, અને તેમની શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

તેમની મોત માટે બૉલીવુડના કેટલાય મોટા મોટા સ્ટાર્સ અને ફિલ્મમેકર્સને જવાબદાર ગણાવામા આવી રહ્યાં છે. વળી કમાલ આર ખાને તો ખુલાસો કર્યો કે બૉલીવુડની કેટલીક પ્રૉડક્શન કંપનીઓએ સુશાંત સિંહ પર બેન લગાવી દીધો હતો. જેમાં કરણ જૌહરની ધર્મા પ્રૉડક્શન અને સલમાન ખાનની સલાન ખાન ફિલ્મ્સ પ્રૉડક્શન કંપની પણ સામેલ હતી.



હવે સુશાંત સિંહના ફેને અને ચાહલો સુશાંત સિંહ રાજપૂતના મોતના જવાબદાર આ લોકોને માની રહ્યાં છે, અને આમના વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર સામે આવીને પોતાનો મત આપી રહ્યાં છે. હવે આ કડીમાં મુંબઇના બ્રાંદ્રામાં સુશાંત સિંહના ચાહકો -ફેન્સે સલમાન ખાનની બીઇંગ હ્યૂમન સ્ટૉરની સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ દરમિયાન લોકોએ સલમાન ખાન મુરદાબાદના નારા પણ લગાવ્યા, તેમને બૉલીવુડ કલ્ચરના નામ પર એક પુતળુ પણ બાળ્યુ હતુ.



એટલુ જ નહીં આ પ્રદર્શનકારીઓએ સુશાંત સિંહની આત્મહત્યાને હત્યા ગણાવી, અને આની સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે. આ લોકોની પાસે કેટલાય પ્રકારના બેનરો અને પૉસ્ટરો પણ હતા. જેમાં સીબીઆઇ તપાસની માંગ અને બાયકૉટ બૉલીવુડ જેવા સ્લૉગન લખ્યા હતા. સાથે કેટલાક લોકોના હાથમાં સુશાંત સિંહ રાજપૂતની તસવીરો હતી. વીડિમાં જોઇ શકાય છે કે આ સ્ટૉરમાં સલમાન ખાનની તસવીરો હટાવવાનુ પણ કહી રહ્યાં છે.