મુંબઇઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી, આત્મહત્યાના અચાનકથી સમાચાર સાંભળતા જ તેના ફેન અને ફ્રેન્ડ સર્કલમાં શોક ફેલાઇ ગયો. પણ સૌથી વધુ દુઃખ તેના ખાસ મિત્ર અને ફિલ્મ મેકર સંદિપ સિંહને થયુ, તે જાણીને સ્તબ્ધ થઇ ગયો. મંગળવારે સંદિપ અંકિતા લોખંડેની સાથે સુશાંતના બ્રાંદ્રા સ્થિત ફ્લેટમાં ગયો હતો, આ પહેલા તે સોમવારે પણ ત્યાં ગયો હતો. સુશાંત અને સંદિપ સિંહ એકદમ ખાસ મિત્રો હતો.

સંદિપ સિંહ સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો સાથે ગાઢ રિલેશન ધરાવે છે, સંદિપ પણ બિહારનો હતો અને બન્ને છેલ્લા 10 વર્ષથી બૉલીવુડમાં સાથે કામ કરતા હતા. સુશાંતના મોત બાદ તેને સુશાંતના ઘરે જવાનો અનુભવ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.



સંદીપે લખ્યું- ભાઇ જ્યારે તારા ઘરમાં એન્ટ્રી કરી, તો ત્યાં તુ મને ગળે મળવા માટે ન હતો. ત્યાં કોઇ મસ્તી કે હંસી મજાક ન હતુ. તારી સાથે 10 વર્ષની ભાઇબંધી રહી, અને તારા આ પગલાએ મને ઝકઝોર કરી દીધો છે. હું તુટી ગયો છુ અને નિશબ્દ છું.



સંદિપ સિંહ બૉલીવુડનો એક મોટો ફિલ્મ મેકર છે, અને સાથે સાથે તે ફિલ્મ પત્રકાર પણ રહ્યો છે. ખાસ વાત છે કે, સંદિપ સિંહ પીએમ મોદીની ખાસ નજીકમાં છે, તેને પીએમ મોદી પર વર્ષ 2019માં ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' બનાવી હતી. આમાં લીડ રૉલમાં વિવેક ઓબેરોય જોવા મળ્યો હતો. આ ફિલ્મ પીએમ મોદીની જીવન પર આધારિત છે.



તેને લખ્યું- અમારી યાદો, તે પ્રેમ ભર્યા દિવસો, જે આપણે એક પરિવારની જેમ સાથે વિતાવ્યા હતા. તે ક્ષણોને હંમેશા શોધીશ. તે મને વાયદો કર્યો હતો કે મારા ડાયરેક્ટૉરિયલ ડેબ્યૂમાં કામ કરનારો તુ પહેલો એક્ટર હોઇશ. તે કહ્યું હતુ આપણે બન્ને બિહારી છીએ, એટલે આપણે સાથે જ ઇન્ડસ્ટ્રી પર રાજ કરવાનુ છે. તે તમામ વાયદાઓ તોડી નાંખ્યા છે. તેમને દગો આપ્યો, તે મને એકલો છોડુ દીધો છે.