Rhea Chakraborty On SSR Death Anniversary: આજે સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી ડેથ એનિવર્સરી છે. અભિનેતાનો મૃતદેહ 14 જૂન 2020 ના રોજ મુંબઈમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. દિવંગત અભિનેતા રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો હતો. બીજી તરફ સુશાંતની ડેથ એનિવર્સરી પર રિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર અભિનેતા સાથેનો તેનો એક વીડિયો શેર કરીને તેને યાદ કર્યો હતો.


રિયા ચક્રવર્તીએ સુશાંત સાથેનો પોતાનો વીડિયો શેર કર્યો


રિયા ચક્રવર્તીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સિહ રાજપૂત સાથેનો પોતાનો એક સુંદર થ્રોબેક વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં રિયા અને સુશાંત એકબીજા સાથે રોમેન્ટિક ક્ષણ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. બંને અજાણી જગ્યાએ રોમેન્ટિક વેકેશન માણી રહ્યા હતા. રિયાએ આ વીડિયોમાં ગીત 'વિશ યુ વેયર હિયર' પણ ઉમેર્યું છે.






ડ્રગ કેસમાં રિયાની ધરપકડ કરાઇ હતી


સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ બાંદ્રામાં તેના ફ્લેટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસથી શરૂ કરીને ઇડી, સીબીઆઇ અને એનસીબી સુશાંત સિંહ મૃત્યુ કેસની તપાસ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના ઘણા એંગલ હતા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંબંધિત ડ્રગ કેસમાં સપ્ટેમ્બર 2020 માં NCB દ્વારા રિયાની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની ભાયખલા જેલમાં એક મહિનો રાખ્યા બાદ ઓક્ટોબર 2020માં તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.


રિયા ચક્રવર્તીએ તાજેતરમાં MTV રોડીઝ સીઝન 19 સાથે વાપસી કરી છે. રિયા શોમાં ગેંગ લીડરમાંથી એક છે. રિયા ઉપરાંત નવી સીઝનમાં ત્રણ વધુ જજ પ્રિન્સ નરુલા, ગૌતમ ગુલાટી અને સોનુ સૂદ પણ છે.


Drishyam 3ની સ્ક્રિપ્ટ થઇ લીક


બૉલીવુડ જગતમાંથી એક મોટી ખબર સામે આવી છે, હવે બહુ જલદી એક નવી ફિલ્મ આવી રહી છે, ખાસ વાત છે કે, અજય દેવગનના ફેન્સ માટે ખુશખબરી છે કે દ્રશ્યમ 3 બહુ જલદી થિએટરોમાં આવી શકે છે. 2013માં સુપરસ્ટાર મોહનલાલ અને જીતુ જોસેફ ક્રાઈમ થ્રિલર 'દ્રશ્યમ' માટે સાથે આવ્યા હતા. આ ફિલ્મ એટલી બધી સક્સેસ રહી હતી કે હિન્દીમાં અજય દેવગન, તમિલમાં કમલ હાસન અને તેલુગુમાં વેંકટેશ સાથે રિમેક કરવામાં આવી હતી. આ તમામ ફિલ્મોએ બૉક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસ કર્યો હતો. હવે એક નવા અપડેટ પ્રમાણે, દ્રશ્યમના નિર્માતાઓએ તેના હિન્દી ફિલ્મમેકરો સાથે ત્રીજા હપ્તા માટે કરાર કર્યો છે. એક ન્યૂઝ પૉર્ટલ અનુસાર, 'દ્રશ્યમ 3' હિન્દી અને મલયાલમના ફિલ્મ મેકરો વચ્ચે ડેવલૉપિંગ ફેઝમાં પહોંચી ગઇ છે