મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતે રવિવારે બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હજુ સુધી ડિપ્રેશનની વાત જ સામે આવી શકી છે. પોલીસને આ અંગે કોઇ સુસાઇડ નૉટ પણ નથી મળી. પોલીસ અભિનેતાના આત્મહત્યાનુ કારણ શોધી રહી છે. પોલીસ સુત્રો અનુસાર, એક્ટરને ઘરેથી કેટલીક દવાઓ મળી છે જેનાથી લાગે છે કે અભિનેતા ડિપ્રેશનમાં હતો, અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો.
ઇન્ડિયા ટીવી ન્યૂઝની અંગ્રેજી વેબસાઇટ પર છપાયેલા એક આર્ટીકલ પ્રમાણે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે છેલ્લો કૉલ પોતાના ખાસ મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટીને કર્યો હતો. મહેશ શેટ્ટી અને સુશાંત બન્ને ટીવી શૉ કીસ દેશ મે હોગા મેરા દિલ અને પવિત્ર રિશ્તામાં સાથે કામ કરી ચૂક્યા છે.



બન્ને સારા મિત્રો હતા, આ વર્ષના મે મહિનામાં સુશાંતે મહેશ શેટ્ટીને બર્થડે વિશ પણ કરી હતી, તેને લખ્યું હતુ હેપ્પી બર્થડે મારી જાન.....

એક્ટર મહેશ શેટ્ટીએ ઘણી બધી ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે, ઘર એક સપના, પરિચય, બડે અચ્છે લગતે હે, કલશ, પ્યાર કો હો જાને દો અને બીજા કેટલાક શૉ અને બૉલીવુડ ફિલ્મો સામેલ છે. માની શકાય છે કે, સુશાંત સિંહના મોત બાદ પોલીસ એક્ટર મહેશ શેટ્ટીનુ પણ નિવેદન લઇ શકે છે.



મહત્વનુ છે કે, 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી. બાદમાં ધોનીની બાયોપિકમાં કામ કરીને ચર્ચામાં આવી ગયો હતો.