નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે દેશના ફેન્સ જ નહીં પણ પાડોશી દેશ શ્રીલંકાના ફેન્સ પણ મેદાનમાં આવ્યા છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શનિવારે શ્રીલંકામાં લગાવવામાં આવેલા હૉર્ડિંગની તસવીરોની એક સીરીઝ શેર કરી. બિલબૉર્ડમાં તેના ભાઇ તેમજ અભિનેતા સુશાંત સિંહ માટે ન્યાયની માંગ કરવામાં આવી છે. શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટ પર આખા શ્રીલંકામાં લાગેલા હૉર્ડિંગની તસવીરો શેર કરી છે, જેમાં સુશાંતની તસવીરોની સાથે ન્યાય માગવાની વાત કહેવામાં આવી છે. હૉર્ડિંગમાં સુશાંતજસ્ટિસનાઉ અને શ્રીલંકાયૂનાઇટેડફોરએસએસઆર હેશટેગ છે.


પૉસ્ટના કેપ્શનમાં શ્વેતા સિંહ કીર્તિ લખ્યું- ધન્યવાદ શ્રીલંકા, આ પહેલા અભિનેતાની પ્રેમિકા રિયા ચક્રવર્તીને જામીન બાદ શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતુ કે સુશાંતનો પરિવાર દિવંગત અભિનેતા માટે ન્યાય માટે ધૈર્ય સાથે લડી રહ્યો છે.



બ્રાઝિલના ઉપન્યાસકાર પાઉલો કોએલ્હોનુ લખેલુ બહુચર્ચિત પુસ્તકનુ એક ઉદાહરણ શેર કરતા તેને લખ્યું- ભલે અમારી પાસે હજુ સુધી તમામ જવાબો નથી, પરંતુ અમારી પાસે હેશટેગધૈર્ય, હેશટેગસાહસ, હેશટેગવિશ્વાસ, હેશટેગભગવાન છે.

સોશ્યલ મીડિયા પૉસ્ટ પર કોએલ્હોની લખેલી ઉપન્યાસનુ એક પેજ શેર કર્યુ- જેમાં લખ્યુ હતુ- આધ્યાત્મિક માર્ગ પર બે સૌથી કઠીન પરિક્ષણ, યોગ્ય સમયની રાહ જોવા માટે ધૈર્ય અને આપણે જે પણ સામનો કરીએ છીએ તેનાથી નિરાશ ના થવાનુ સાહસ છે.