મુંબઇઃ સુશાંત આત્મહત્યા કેસ બે રાજ્યોની પોલીસ વચ્ચે ઘર્ષણનુ કેન્દ્ર બની ગયો છે. મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ આ કેસની તપાસમાં આમને સામને આવી ગઇ છે. મુંબઇમાં બિહારની પટના પોલીસની એક ટીમ તપાસ માટે આવી હતી, બાદમાં તેમને તપાસમાં સહયોગ કરવા માટે પટના એસપી મુંબઇ પહોંચ્યા, અને એસપી વિનય તિવારીને મુંબઇમાં જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી લેવામાં આવ્યા હતા. આ મામલે બન્ને રાજ્યોની પોલીસ આમને સામને આવી ગઇ છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગન રનૌતે હવે આ મામલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે.

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસની જવાબદારી બિહાર પોલીસના મહાનિદેશક ગુપ્તેશ્વર પાંડે દ્વારા આઇપીએસ અધિકારી વિનય તિવારીનો સોંપવામાં આવ્યો હતો. રવિવારે બપોરે તેમને બીએમસીએ જબરદસ્તી પકડીને ક્વારન્ટાઇન કરી દીધા હતા.



આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કંગના રનૌતની ડિજીટલ ટીમે ટ્વીટ કર્યુ- આ શું છે? ગુંડારાજ? અમે વડાપ્રધાન કાર્યાલયને બતાવવા માંગીએ છીએ કે જો સુશાંત સિંહ રાજપૂતને મારનારો અપરાધી ના પકડાઇ જાય તો મુંબઇમાં બહારથી આવનાર કોઇપણ વ્યક્તિ સુરક્ષિત નહીં રહે. અપરાધી વધુને વધુ તાકાતવાળા થઇ રહ્યાં છે, કૃપા કરીને હસ્તક્ષેપ કરો અને આ કેસને તમારા હાથમાં લો.



ઉલ્લેખનીય છે કે, આ રિપોર્ટ પર સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહે પ્રતિક્રિયા આપતા લખ્યું- શું? આ સત્ય છે શું? કઇ રીતે ડ્યૂટી પર મોકલવામાં આવનારો કોઇ અધિકારી ક્વૉરન્ટાઇન થઇ શકે છે?



અભિનેત્રી કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહનો આ કેસમાં પુરેપુરુ સમર્થન કર્યુ છે. કંગનાની ટીમે ટ્વીટ કરીને કહ્યું લખ્યું- સુશાંત સિંહ રાજપૂતના પરિવાર પાસે શોક મનાવવાનો પણ સમય નથી. તેમને ભ્રષ્ટ વ્યવસ્થાથી લડવુ પડશે. મુંબઇ પોલીસે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. આમ કંગનાએ સુશાંત મામલે મુંબઇ પોલીસ પર સવાલો ઉઠાવ્યા છે.