બોલિવૂડ:રીની સેન સુષ્મિતા સેનની દત્તક લીધેલી 21 વર્ષિય દીકરી છે. જેને શોર્ટ ફિલ્મ ફિલ્મ ‘શટ્ટાબાજી’થી ડેબ્યૂ કર્યું છે. રીની સેનની આ ફિલ્મ બાદ હવે  તે બીજા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ફિલ્મનું નામ  “Dramayama” છે, રીની સેને આ ફિલ્મમાં ‘તારે જમી કે’ના એક્ટર દર્શિલ સફારી સાથે કામ કરી રહી છે. તેમણે તેમના કોસ્ટાર દર્શિલ સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે તેમણે ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. જે વાયરલ થઇ છે.

 પોસ્ટમાં શુ લખ્યું?

રીની સેને પોસ્ટમાં લખ્યું કે, છે, કે “આમ તો મારા દર્શિલ સાથેની અનેક તસવીર છે. પરંતુ આ ફોટો અમારા શૂટ સમયનો વર્કપ્લેસ ટાઇમનો છે, જે હંમેશા યાદગાર રહેશે” રીનીએ દર્શિલ વિશે લખ્યું..કે, દર્શિલ લાગણશીલ અને મજાકિયા અને હેલ્પિંગ નેચર ધરાવતો મારો સારો મિત્ર છે. તો તેની મિત્રતાથી ખૂબ જ ખુશ છું”


રીનીએ પોસ્ટમાં લખ્યું કે, “મારી શરૂઆતની કારર્કિદીના સમયમાં મને આટલો સારો મિત્ર અને એક્ટર મળ્યો છે, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે. દર્શિલના કારણે મને  અભિનય ક્ષેત્ર સારા પર્ફોર્મ્સનું ગાઇડન્સ મળી રહે છે” રીની સેને કરેલી આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે