તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મહત્વનો કિરદાર નિભાવનાર મુન મુન દત્તાનો આ વીડિયો વાયરલ થયો છે.ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સૌથી પોપ્યુલર કિરદારમાં બબીતાનું નામ પણ આવે છે. બબીતાને જોઇ જેઠાલાલની ધડકન વધી જાય છે. આ શોમાં એક્ટ્રેસ મુન મુન દત્તા બબીતાની ભૂમિકા અદા કરે છે.  આ શો ખૂબ જ પોપ્યુલર છે તેવી જ રીતે મુનમુન દત્તા ખૂબ જ એક્ટિવ છે.


મુનમુન દત્તાનો વાયરલ વીડિયો
એક્ટ્રેસ મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે  સોશિયલ મીડિયા પર પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની વાતો શેર કરતી રહે છે. તેમણે તેમનો એક વીડિયો પણ શેર કર્યો છે. મુન મુન દત્તાનો ફની વીડિયો જોઇને ફેન્સ હસવાનું રોકી નથી શકતા આ વીડિયોમાં મુન મુન દત્તા ખુદ પણ ખુબ હસીહ રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસ મુનમુન દત્તા ખુદ તેનું હસવાનું રોકી શકતી નથી.


મુનમુન દત્તાએ એક ઇન્ટા ફિલ્ટરનો ઉપયોગ કરીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં તેનો ચહેરો ડિસટોર્ટ થઇ ગયો છે. તેમના ચહેરાની લાંબી ખૂબ જ લાંબી થઇ ગઇ છે અને ચહેરો ખૂબ લાંબો થઇ ગયો છે. આ વીડિયોના શેર કરતા મુનમુન જોરશોરથી હસનાર ઇમોજી બનાવ્યું છે અને લખ્યું કે, આ અત્યાર સુધીનું સૌથી વિચિત્ર ફિલ્ટર  છે.



આવું હતું ફેન્સનું રિએકશન
મુનમુન દત્તાનો આ અંદાજ જોઇને ફેન્સ તેમનું હાસ્ય નથી રોકી શકતા.કમેન્ટ સેક્સનમાં પણ મોટાભાગના લોકો હસતા ઇમોજી મોકલી રહ્યાં છે અને આ મુદ્દે પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ટીઆરપીના મામલે ગત કેટલાક વર્ષો ટોપ ટેનની યાદીમાં યથાવત છે. જો કે હાલ નંબર વનની યાદીમાં અનુપમા છે.


થોડાક કેટલાક મહિનાઓ પહેલા આપત્તિજનક ટિપ્પણીના કારણે બબિતાજી વિવાદોમાં રહી હતી. જેના પર ખુબ જ હોબાળો સોશ્યલ મીડિયા પર મચી ગયો હતો. એટલે સુધી કે મુનમુન દત્તાની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ ગઇ હતી. આ પછી એવા સમાચારો આવવા લાગ્યા કે મુનમુન દત્તાએ શૉ છોડી દીધો છે. પછી મેકર્સે સામે આવીને ખુદ આ વાત પર સ્પષ્ટ કરી હતી કે બબિતા જી જલદી જ શૉ જૉઇન કરવાની છે, હવે તેના કૉસ્ટાર તનુજ મહાશબ્દે પણ આ સમાચાર પર પોતાની મહોર મારી દીધી છે.