Tarak Maheta ke ulta chasma.:તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયક હાલ કેન્સર સામે જંગ લડી રહ્યાં છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. કિમોથેરેપી બાદ તેમના વાળ જતાં રહ્યાં છે. ચહેરો પણ નિશ્ચતેજ થઇ ગયો છે. તેમના બદલાયેલા આ લૂકથી ફેન્સ દુ:ખી થઇ ગયા અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે.




આજે ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે, જે નટુકાકાને ન ઓળખતી હોય.નટુકાકાએ તેમના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી તેમણે દરેક ઘરમાં જાણે એક સ્થાન બનાવી લીધું છે, હાલ નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ નાયક કેન્સર સામે ઝઝુમી રહ્યાં છે.તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.




ઘનશ્યામ નાયકનો કેન્સરનો રિપોર્ટ આવ્યા બાદ પણ તે શોમાં કામ કરતા રહ્યાં. તેમને એપ્રિલમાં તેમની બીમારીની જાણ થઇ. તેઓ સારવાર લીધા બાદ સેટ પર પહોંચી જતાં અને અને પહેલાની જેમ જ લોકોનું મનોરંજન કરી રહ્યાં છે.




જો કે એક સમયે કેન્સરનો રિપોર્ટ આવ્યા બાદ તબિયત વધુ ખરાબ થઇ જતાં તેમણે કામ પરથી બ્રેક લીધો હતો અને બ્રેક બાદ તેમણે તેમનો ઇલાજ કરાવ્યો. તેમનું કેન્સરનું ઓપરેશન સફળતાથી થઇ ગયું. હાલ તે બિલકુલ સ્વસ્થ છે અને આરામ કરી રહ્યાં છે. લગભગ 4 મહિના બાદ તેમની તસવીર સામે આવી છે.



નટુકાકાની ઓપરેશન બાદની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેમના નિસ્તેજ ચહેરાને જોઇને તંદુરસ્તીની કામના કરે છે. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે 200 ગુજરાતી ફિલ્મો અને 350 સિરિયલમાં કામ કર્યું છે. તેઓ કીમોથેરેપીની વચ્ચે પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ કરતા હતા. જે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયક છે.