Thank God Controversy: નિર્દેશક ઈન્દ્ર કુમારની આગામી ફિલ્મ 'થેંક ગોડ' મુશ્કેલીમાં છે. આ ફિલ્મમાં અજય દેવગણ, રકુલપ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય પાત્ર તરીકે જોવા મળશે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે. જોકે, રિલીઝ પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.


અજય દેવગણ સહિત આ લોકો સામે કેસ


વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે જૌનપુર કોર્ટમાં નિર્દેશક ઈન્દ્ર કુમાર, અભિનેતા અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અરજદારનું નિવેદન 18 નવેમ્બરે નોંધવામાં આવશે. અરજદારના કહેવા પ્રમાણે, જે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, તેમાં ધર્મની મજાક ઉડાવવામાં આવી છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.


પોતાની અરજીમાં શ્રીવાસ્તવે કહ્યું હતું કે અજય સૂટ પહેરીને ચિત્રગુપ્તનું પાત્ર ભજવતો જોવા મળે છે અને એક દ્રશ્યમાં તે જોક્સ કહેતો અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતો જોવા મળે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "ચિત્રગુપ્તને કર્મનો દેવ માનવામાં આવે છે અને તે માણસના સારા અને ખરાબ કાર્યોનો રેકોર્ડ રાખે છે. દેવતાઓનું આ પ્રકારનું નિરૂપણ અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કારણ કે તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.


ફિલ્મની વાર્તા કેવી છે?


ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યમલોકની વાર્તા પર આધારિત હશે. ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ પતિ-પત્નીની ભૂમિકામાં છે. ફિલ્મમાં નોરા ફતેહીનો એક આઈટમ નંબર પણ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 25 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થશે.


આ પણ વાંચોઃ


All Black: 45 વર્ષની ઉંમરે સલમાનની બહેનનું બૉલ્ડ ફોટોશૂટ વાયરલ, બે લગ્ન છતાં સિંગલ છે એક્ટ્રેસ


Gujarat Election : ઉમેદવારોની જાહેરાત સાથે AAPમાં કકળાટ શરૂ, પૈસાના જોરે ટિકિટ મળતી હોવાનો આક્ષેપ


Electricity Subsidy In Delhi: વીજળી સબસિડી પર દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી માગવા પર જ મળશે સસ્તી વીજળી


Goa Politics: ગોવામાં કોંગ્રેસ તૂટી, 8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો


T20 World Cup: T20 વર્લ્ડ કપમાં ઉતરતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, બનશે પ્રથમ ભારતીય ખેલાડી