અમદાવાદઃ ઉમેદવાર જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. વેજલપુરના ઉમેદવાર સામે શહેર ઉપપ્રમુખની નારાજગી સામે આવી છે. અમદાવાદ આપના ઉપપ્રમુખ શાકિર શેખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. કલ્પેશ પટેલે પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો શાકિર શેખનો આક્ષેપ છે. આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે.


કાર્યકરોની બાદબાકી કરી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ શેખે કર્યો છે. કલ્પેશ પટેલ આપનો કાર્યકર પણ નથી છતાં પૈસાના જોરે ટિકિટ આપી. અમદાવાદમાં આપને એકપણ બેઠક નથી મળવાની. હજુ ઘણા આગેવાનો અને કાર્યકરો નારાજ છે. આગામી દિવસોમાં આપના આગેવાનો અને કાર્યકરો રાજીનામા આપશે.


Gujarat Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોગ્રેસ અને આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમા આમાને સામને ટકરાશે. આ બધાની વચ્ચે કેજરીવાલની આપ સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ત્રીજી યાદી જાહેર કરી હતી, આ લિસ્ટમાં કુલ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે આ પ્રમાણે છે.


કચ્છ, માંડવી- કૈલાશદાન ગઢવી


અમદાવાદ, દાણીલીમડા- દિનેશભાઇ


ડિશા - ડૉ. રમેશ પટેલ





Published at: 14 Sep 2022 10:19 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.