Akshay Kumar to Promote Bachchan Pandey on The Kapil Sharma Show: બે દિવસથી મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે કપિલ શર્મા શો(Kapil Sharma Show)માં અક્ષય કુમાર (Akshay Kumar) હવે દેખાશે નહીં. આ શોમાં તે પોતાની આગામી ફિલ્મ બચ્ચન પાંડે(Bachchan Pandey)નું પ્રમોશન પણ નહીં કરે. મીડિયા રિપોર્ટ્સમાં તેની પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું, ત્યારબાદ આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. બધા અક્ષય કુમાર અને કપિલ શર્મા વિશે વાત કરવા લાગ્યા. પરંતુ હવે કપિલ શર્મા(Kapil Sharma) એ આ અંગે ખુલાસો કર્યો છે.
જ્યારે આ મુદ્દો દરેક જગ્યાએ ફેલાવા લાગ્યો ત્યારે કપિલ શર્માએ બહાર આવીને આ અંગે સ્પષ્ટતા કરવાનું યોગ્ય માન્યું અને આ માટે તેણે ટ્વિટરનો સહારો લીધો. કપિલ શર્માએ ટ્વિટ કરીને પોતાનો મુદ્દો લખ્યો. આ ટ્વિટમાં કપિલ શર્માએ લખ્યું- “મેં એવા સમાચાર જોયા જે મારા અને અક્ષય પાજી વિશે હતા. મેં આ વિશે પાજી સાથે વાત કરી અને બધું બરાબર છે. આ બધું મિસ કોમ્યુનિકેશનને કારણે હતું. બચ્ચન પાંડેનો એપિસોડ ટૂંક સમયમાં શૂટ થવાનો છે. તે મારો મોટો ભાઈ છે અને મારાથી ક્યારેય નારાજ થઈ શકે નહીં."
આ ટ્વીટ પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે અક્ષય કુમાર કપિલ શર્મા શો(Akshay Kumar The Kapil Sharma Show)માં જોવા મળશે અને તેની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનું પ્રમોશન (Bachchan Pandey Promotion)કરશે. અક્ષય કુમાર તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલા આ શોમાં આવતો રહ્યો છે અને કપિલ શર્મા શો(Kapil Sharma Show)માં સૌથી વધુ વખત શોમાં આવનાર અભિનેતા પણ છે. પરંતુ બે દિવસ પહેલા આવેલા આ સમાચારે બધાને પરેશાન કરી દીધા હતા. સમાચાર હતા કે અક્ષય કુમાર કપિલ શર્મા(Akshay Kumar Kapil Sharma) થી નારાજ છે. ગયા એપિસોડમાં કપિલ શર્માની ટીમ દ્વારા કરવામાં આવેલી ભૂલ બાદ તેણે આ શોમાં નહીં આવવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે કપિલના આ ટ્વિટથી બંનેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો........
Weight Loss Drinks:વજન ઉતારવા ઇચ્છો છો? તો બેસ્ટ 6 ડ્રિંક્સને ડાયટમાં કરો સામેલ, ઝડપથી થશો સ્લિમ
Weekly Pay Policy: દેશની આ કંપની પોતાના કર્મચારીઓને દર સપ્તાહે આપશે પગાર