The Kerala Story: ફિલ્મ ધ કેરલા સ્ટોરી અંગે ઘણો વિવાદ થયો હતો. તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ગત રોજ ફિલ્મની સમગ્ર ટીમે પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતાને મળી હતી. કેરળમાંથી 26 યુવતીઓ મંચ પર આવી હતી જેમનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


The Kerala Storyની ટીમ પીડિત 26 છોકરીઓની મદદ માટે આવી આગળ


ફિલ્મના નિર્માતા વિપુલ શાહે કહ્યું કે, આ મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. ખૂબ જ સારી સફરમાંથી પસાર થયા છીએ. જો કે હજુ બહુ મોટી સફર બાકી છે. બહુ આરોપો લાગ્યા જો કે દર્શકોએ આનો સારી રીતે જવાબ આપી દીધો. અમને લાગે છે કે અમારું કામ ફક્ત ફિલ્મ બનાવવા પૂરતું નહોતું જો કે પીડિતાઓ સાથે એક કમિટમેન્ટ હતું. અમે એવા લોકોને મળાવીશું જે આ ટ્રેકમાં ફસાયા હતા. એક ખાસ એલાન કરવામાં આવશે. અત્યાર સુધી એક સવા કરોડ લોકોએ આ ફિલ્મ જોઈ છે. દેશના દરેક નાગરિકે આ ફિલ્મ જોવી જોઈએ. લોકોએ આ છોકરીઓનો અવાજ બનવું જોઈએ. આ પૂરા ભારતમાં ચાલે છે. બધાને આ ફિલ્મ જોવી જોઈએ અને આ પીડિતાઓનો અવાજ બનવું જોઈએ.


'લોકોએ આ છોકરીઓનો ખૂબ દુરુપયોગ કર્યો'


ફિલ્મના દિગ્દર્શક સુદીપ્તો સેને કહ્યું, 'જે છોકરીઓએ અમને ફિલ્મ બનાવવા માટે મજબૂર કર્યા તે આજે અહીં છે. તમે આજે શ્રુતિ, ચિત્રા અને અથિરા જેવી પીડિતોને મળશો. જ્યારે હું આ છોકરીઓને મળ્યો ત્યારે તેઓ ખાધા વિના રાતો વિતાવતા હતા. ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતા. લોકોએ આ છોકરીઓનો ઘણો દુરુપયોગ કર્યો. તેથી જ અમે આ ફિલ્મ બનાવી છે.


ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અદા શર્માએ કહ્યું, 'ફિલ્મને સમર્થન આપવા બદલ તમારો આભાર. આજે મારો દિવસ નથી, આ છોકરીઓનો દિવસ છે, તેમને સપોર્ટ કરો. યોગિતા બિયાનીએ કહ્યું, 'આજે અહીં આવવા અને અમને ટેકો આપવા બદલ તમારો આભાર.' અભિનેત્રી સિદ્ધિ ઈદનાનીએ કહ્યું, 'તમને જીવનમાં એકવાર આવી તક મળે છે, જ્યારે તમે આટલું મોટું કામ કરો છો અને તે લોકો સુધી પહોંચે છે.'


સોનિયા બાલાનીએ કહ્યું- "અડધા લોકોને ફિલ્મ જોયા પછી જવાબ મળી ગયો હશે કે આવું કંઈક થયું કે નહીં, અડધાને જવાબો આજે મળી જશે."