Anupam Kher Shared Satish Kaushik Video:  બોલિવૂડના શક્તિશાળી અભિનેતાઓમાંના એક સતીશ કૌશિકનું હાર્ટ એટેકને કારણે 66 વર્ષની વયે અવસાન થયું હતું. સતીશ કૌશિકના અવસાનથી તેમના ખાસ મિત્ર અનુપમ ખેર તૂટી ગયા છે. કૌશિકની અચાનક વિદાયથી તેઓને ખૂબ જ આઘાત લાગ્યો છે. અનુપમ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને પોતાના મિત્ર સતીશને યાદ કરી રહ્યા છે. હવે અનુપમે સતીશ સાથે પોતાનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે જેમાં તે અભિનેતાના માથા પર માલિશ કરતા જોવા મળે છે. અનુપમે આ વીડિયો સાથે ઈમોશનલ કેપ્શન પણ લખ્યું છે.


અનુપમે સતીશને યાદ કરતા થ્રોબેક વીડિયો શેર કર્યો છે


પીઢ અભિનેતા અનુપમ ખેરે તેમના નજીકના મિત્ર, અભિનેતા-ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકની યાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુપમ સતીશના માથામાં માલિશ કરતા અને તેની સાથે મજાક કરતા જોવા મળે છે. વીડિયોમાં અનુપમ કહે છે કે પ્રોડ્યુસરને ખુશ કરવા માટે જુઓ શું કરવું પડે છે. સતીશ પણ અનુપમની મજા લેતા જોવા મળી રહ્યા છે.






અનુપમે ઈમોશનલ કેપ્શન લખ્યું


આ પછી સતીશ કહે છે કે બસ હવે તું મને ફિલ્મ માટે વધુ તારીખ આપ. આ સાંભળીને અનુપમ અન્ય ફિલ્મો માટે તારીખ જોઈએ છે તેવું કહે છે ત્યારે સતીશ કહે છે કે ના બીજી ફિલ્મ માટે નહી મારી ફિલ્મ માટે. આ પછી બંને ખૂબ જ મજાક મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારબાદ હેડ મસાજ માટે સતીશ અનુપમ ખેરને કહે છે આભાર પ્રિય તમારો ખૂબ ખૂબ આભાર. અનુપમે આ વીડિયો સાથે હિન્દીમાં કેપ્શન લખ્યું, "મૃત્યુ જીવનનો અંત છે... સંબંધોનો નહીં."


સતીશના મૃત્યુના સમાચાર સૌથી પહેલા અનુપમ ખેરે આપ્યા હતા


જણાવી દઈએ કે 7 માર્ચના રોજ સતીશ કૌશિક મુંબઈમાં શબાના આઝમી અને જાવેદ અખ્તરની હોળી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમના આકસ્મિક નિધનના સમાચાર આવ્યા બાદ પાર્ટીમાંથી તેમની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. જ્યારે તેઓ એક નજીકના મિત્રની હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા, તે દરમિયાન તેમની તબિયત બગડી હતી. અનુપમે સૌથી પહેલા સોશિયલ મીડિયા પર તેના નજીકના મિત્રના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. ખેરે સતીશ સાથેની પોતાની એક તસવીર શેર કરી અને ટ્વીટ કર્યું, "અભિનેતા સતીશ કૌશિકનું નિધન થયું."






સતીશ કૌશિશના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં


બીજી તરફ સતીશ કૌશિકના આકસ્મિક નિધનથી સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. ગીતકાર-કવિ જાવેદ અખ્તર અને નિર્માતા બોની કપૂર સહિત ઘણા સેલેબ્સ પણ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. ફરહાન અખ્તર, શિલ્પા શેટ્ટી, પંકજ ત્રિપાઠી, રણબીર કપૂર, સંજય કપૂર, અરુણા ઈરાની, અનુ મલિક, અભિષેક બચ્ચન, ઈશાન ખટ્ટર, ડેવિડ ધવન, રાખી સાવંત સ્વર્ગસ્થ અભિનેતાના ઘરે જોવા મળેલા સેલેબ્સમાં સામેલ હતા.