Titanic Actor Bernard Hill Dies at 79: હોલીવુડના મહાન કલાકારોમાં ગણના પામેલા બર્નાર્ડ હિલનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે 1997માં રિલીઝ થયેલી 'ટાઈટેનિક' અને 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ટ્રાયોલોજીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. પ્રખ્યાત સ્કોટિશ ગાયક અને સંગીતકાર બાર્બરા ડિક્સને તેના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.






બાર્બરા ડિક્સને શું લખ્યું છે ?


તેના એક્સ-પોસ્ટ પર આ દુઃખદ સમાચાર શેર કરતા, બાર્બરા ડિક્સને લખ્યું, "બર્નાર્ડ હિલના મૃત્યુ વિશે મને ખૂબ જ દુઃખ સાથે લખવું પડી રહ્યું છે. અમે જ્હોન પોલ જ્યોર્જ રિંગો અને બર્ટ, વિલી રસેલના માર્વેલસ શોમાં 1974 અને 75માં સાથે કામ કર્યું હતું. ખરેખર તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમને મળવું એ એક લહાવો હતો.


આ દુઃખદ સમાચાર બાદ ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા યૂઝર્સ તેમની અભિનય કુશળતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેમની અભિનયની ઝીણવટ વિશે લખી રહ્યા છે.


તમણે કઈ ફિલ્મોમાં કામ કર્યું છે ?


બર્નાર્ડે 1997માં કેટ વિન્સલેટ અને લિયોનાર્ડો ડી કેપ્રિયોની ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ટાઈટેનિક'માં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે આજે પણ તેના વખાણ થાય છે. તમને જણાવી દઈએ કે જો તમે 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' જોયું હશે તો તમને કિંગ થિયોડેનનું પાત્ર ચોક્કસથી યાદ હશે. આ ફિલ્મની ટ્રાયોલોજીમાં બર્નાર્ડ હિલે પણ આ ભૂમિકા ભજવી હતી.


ટીવી શોમાં પણ જોવા મળ્યા છે


બર્નાર્ડે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. તેમને તેમના 1983 ના શો 'બોયઝ ફ્રોમ ધ બ્લેકસ્ટફ' માટે બાફ્ટા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આ સિવાય તેણે BBC નાટક શ્રેણી વુલ્ફ હોલ (2015)માં પણ યાદગાર કામ કર્યું હતું. આ સિવાય તે 2008માં આવેલી ફિલ્મ વાલ્કીરી અને 2002માં આવેલી સ્કોર્પિયન કિંગમાં પણ ટોમ ક્રૂઝ સાથે જોવા મળ્યા હતા.