મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેના બોલ્ડ ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધું છે.
આ પહેલીવાર નથી કે જ્યારે અભિનેત્રીએ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરીને ચાહકોને ઘાયલ કર્યા હોય. ચાહકો આકાંક્ષા પુરીના આ બોલ્ડ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે, જેના કારણે તેઓ આ ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
'બિગ બોસ ઓટીટી 2' ફેમ આકાંક્ષા પૂરીએ સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રી હોટ અને બોલ્ડ રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. રિવીલિંગ ડ્રેસમાં અભિનેત્રીનો બોલ્ડ લૂક જોઈ શકાય છે. અભિનેત્રીએ પોતાના લૂકને પૂર્ણ કરવા માટે ખુલ્લા વાળ અને ગ્લોસી મેકઅપ કર્યો છે.
અભિનેત્રીનો આ બોલ્ડ અને સિઝલિંગ અવતાર ચાહકોને પસંદ આવી રહ્યો છે. દરેક તેના લૂકના વખાણ કરી રહ્યા છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેની સુંદર તસવીરોને લાઈક કરે છે.
આકાંક્ષા પુરીનું વર્ક ફ્રન્ટ
આકાંક્ષા પૂરી એક અભિનેત્રી અને મોડલ છે. આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે ઘણા ટીવી શો પણ કર્યા છે. વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી. આ સાથે તે રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી. આકાંક્ષાએ 2015ની ડ્રામા ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું.