નવી દિલ્હીઃ બૉલીવુડ કાસ્ટિંગ ડિરેક્ટર પર વેબ સીરીઝમાં કામ કરતી 26 વર્ષીય હૉટ એક્ટ્રેસે દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે કાસ્ટિંગ ડિરેક્ટર આયુષ તિવારી વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં રેપની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીના નિવેદન પર પોલીસે 25 નવેમ્બરના દિવસે આઇપીસીની કલમ 376 અંતર્ગત કેસ નોંધી લીધો છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.


કાસ્ટિંગ ડાયરેક્ટર આયુષ તિવારી અભિનેતા અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બૉટમનું પણ કાસ્ટિંગ કરી રહ્યાં છે, ડિરેક્ટરની સાથે તેના રૂમમેટ રાકેશ શર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.



લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાનો આરોપ
વર્સોવા પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાઘવેન્દ્ર ઠાકુરે કહ્યું કે, વેબ સીરીઝમાં કાર કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસે પોલીસ ફરિયાદમાં જણાવ્યુ કે ડિરેક્ટરે તેને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઇ જઇને રેપ કર્યો હતો, અને છેવટે તેને છોડી દીધી હતી. એક્ટ્રેસનુ કહેવુ છે કે ડિરેક્ટર છેલ્લા બે વર્ષથી મારી સાથે રેપ કરતો રહ્યો હતો. પીડિતા એક એક્ટ્રેસ તરીકે કામ કરી રહ્યાં છે, જેને ફિલ્મ્સ અને ઓટીટી વેબસીરીઝમાં કામ કર્યુ છે.

પીડિતા એક્ટ્રેસનો આરોપ છે કે આયુષે લગ્નની લાલચ આપીને કેટલીયવાર તેની સાથે દુષ્કર્મ, રેપ કર્યો. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે તેના મિત્ર રાકેશની પાસે ફરિયાદ લઇને ગઇ તો તેને પણ મારો રેપ કર્યો હતો.