Uorfi Javed Viral Video: પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહેનાર ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદ નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. વીડિયોમાં ઉર્ફી પાપારાઝીથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળે છે. હવે તેના ફેન્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.




ઉર્ફી જાવેદનો નો મેકઅપ લૂકનો વીડિયો વાયરલ થયો હતો


ઉર્ફી જાવેદનો આ વીડિયો ઈન્સ્ટા બોલિવૂડ દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પેઈજ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અભિનેત્રી ગ્રીન જીમ આઉટફિટમાં જોવા મળી હતી અને તેણે મેકઅપ કર્યો ન હતો. બીજી તરફ જ્યારે પાપારાઝીએ ઉર્ફીને પોઝ આપવાનું કહ્યું ત્યારે તેણે કારમાં બેસતાની સાથે જ પોતાનો ચહેરો છુપાવી લીધો હતો. પરંતુ આ દરમિયાન ઉર્ફીનો ચહેરો કેમેરામાં કેદ થઈ ગયો.


યૂઝર્સે વીડિયો પર વિવિધ કોમેન્ટ્સ કરી છે


ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર તેના ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.  એક યુઝર્સે લખ્યું- 'તમે તમારો ચહેરો કેમ છુપાવી રહ્યા છો, મેકઅપ વગર તમે સારા લાગો છો.' જોકે આ દરમિયાન કેટલાક યુઝર્સ તેને ખેંચતા પણ જોવા મળ્યા હતા. એકે યૂઝર્સે લખ્યું- 'એટલી શરમ કપડા વગર આવતી નથી, જેટલી મેકઅપ વગર આવે છે.'




ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા સ્ટાર છે 


જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ ટીવીની દુનિયાનું એક પ્રખ્યાત નામ છે. જેણે ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં પણ કામ કર્યું છે. હવે ઉર્ફી પણ સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ છે. એક્ટ્રેસ એક્ટિંગ કરતા તેના કપડાને લઈને વધુ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તે દરરોજ તેના નવા ડ્રેસની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે.