Urfi Javed Video: બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) ઈન્ટરનેટ સેંસેશન બની ગઈ છે. તે સતત પોતાના ડ્રેસિંગને લઈ ચર્ચામાં રહે છે.  ઉર્ફી તેના ડ્રેસિંગ સેન્સના કારણે પ્રભુત્વ ધરાવે છે. તે તેના લુક સાથે પ્રયોગ કરતી રહે છે, જેના કારણે ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉર્ફી ક્યારેક તેના લુકના કારણે ટ્રોલર્સના નિશાના પર  આવે છે પરંતુ કમેન્ટ્સ પર ધ્યાન નથી આપતી. આજે ફરી ઉર્ફીએ રિવીલિંગ ડ્રેસમાં એક વીડિયો શેર કર્યો છે.


ઉર્ફીએ આજે ​​બ્લેક કલરના ડ્રેસમાં એક વીડિયો શેર કર્યો છે. આ ક્રિસ-ક્રોસ ડ્રેસમાં ઉર્ફી બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. વીડિયોમાં તે વાળ હલાવીને પોઝ આપે છે. ઉર્ફીનો આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. તેના ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.



આ વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ તેના ફેન્સને એક સવાલ પૂછ્યો છે. તેણે પૂછ્યું કે Anyways black makes me look …..તેણે એક લીટી લખી અને કહ્યું પૂર્ણ કરો. આ વીડિયોને થોડી જ મિનિટોમાં હજારો લોકોએ જોયો છે. ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- ઉફ્ફ આ ડ્રેસ. 


એક્ટ્રેસ ત્રિધા ચૌધરીનો બોલ્ડ અંદાજ


વેબ સીરીઝ 'આશ્રમ' એકથી એક ચઢીયાતા બૉલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury) ઓફ કેમેરા પણ એકદમ બૉલ્ડ છે. 'આશ્રમ'માં ત્રિધા ચૌધરીએ બબિતાનો રૉલ કર્યો છે. વળી હવે બબિતાએ સોશ્યલ મીડિયા પર એવી તસવીર શેર કરી દીધી છે, જેને જોઇને તમે પણ ચોંકી જશો, તસવીરમાં એક્ટ્રેસ હદથી વધારે બૉલ્ડ દેખાઇ રહી છે. 



ત્રિધા ચૌધરી (Tridha Choudhury) એ એવી તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. તસવીરમાં એક્ટ્રેસ ત્રિધા ચૌધરી દરિયાકાંઠે પીળા રંગની બિકીની પહેરીને બેસેલી છે. પોતાના લૂકને પુરો કરવા માટે એક્ટ્રેસે ઓપન હેર રાખ્યા છે. આની સાથે જ બ્લેક કલરના ગૉગલ્સ લગાવેલા છે.