મુંબઇઃ બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પોતાના લગ્ન માટે રાજસ્થાન જવા રવાના થયા હતા. વિક્કી પોતાના ગાર્ડ્સ સાથે એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો. બે દિવસ બાદ તે કેટરિના કૈફ સાથે લગ્ન કરશે. વિક્કી એરપોર્ટ પર લોકોને હસતા હસતા રિસ્પોન્ડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ કેટરિના કૈફ પણ પોતાની માતા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
વિક્કી કૌશલે પ્રિન્ટેડ શર્ટ અને બેજ કલરનું પેન્ટ પહેર્યું હતું. તેણે એરપોર્ટ પર એન્ટ્રી કરતા પહેલા કેમેરામેન સમક્ષ સ્માઇલ પણ કરી હતી. કેટરિના પોતાની માતા સાથે રાજસ્થાન રવાના થઇ હતી. એક્ટ્રેસે ઇન્ડિયન ટ્રેડિશનલ લૂકમાં ટ્રાવેલ કરવાનું પસંદ કર્યું હતું. કેટરિના સુંદર લાગી રહી હતી. પ્રથમવાર કેટરિના ટ્રેડિશનલ ગેટઅપમાં એરપોર્ટ પર જોવા મળી હતી. કેટરિના પાપારાઝીઓને પોઝ પણ આપ્યા હતા. કેટરિના અને વિક્કી અગાઉ કેટરિનાનો પરિવાર રાજસ્થાન રવાના થયો હતો. તેમના બહેને અને ભાઇઓ જયપુર પહોંચી ચૂક્યા છે. પરિવાર સિવાય કેટલાક ખાસ મહેમાન પણ આવવાનું શરૂ થઇ ચૂક્યું છે. કેટરિના અને વિક્કી 9 ડિસેમ્બરના રોજ લગ્ન કરશે. તે સિવાય સાત અને આઠ ડિસેમ્બરના રોજ પ્રિ-વેડિંગ એક્ટિવિટીઝ હશે. લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે. ગેસ્ટને એન્ટ્રી માટે સીક્રેડ કોડ અપાયા છે. ફોટો લીક ના થાય તે માટે લગ્નસ્થળ પર ફોન પણ બેન કરી દેવાયા છે.