મુંબઇઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લા 17 દિવસથી હૉસ્પીટલમાં ભરતી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે તેમને હૉસ્પીટલાઇઝ થવુ પડ્યુ છે. નાણાવટી હૉસ્પીટલમાં બચ્ચન પોતાની જુની યાદોને વગોળી રહ્યાં છે. હવે તેમને આ પોતાના પિતાની યાદ આવી ગઇ છે.

તાજેતરમાં જ બિગ બી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને જણાવ્યુ કે, હૉસ્પીટલામં ભરતી અમિતાભ બચ્ચનને દિવંગત પિતા હરિવંશ રાય બચ્ચનની યાદ સતાવી રહી છે. તેમને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા લખ્યું- બાપુજીની કવિતાના કેટલાક પલ, તે આ રીતે ગાતા હતા કવિ સંમેલનમાં. હૉસ્પીટલના એકલા મનમા તેમની ખુબ યાદ આવે છે, અને તેમના જ શબ્દોમાં મારી સુની રાતોને આબાદ કરી રહ્યો છું... બિગ બીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે પોતાના પિતા દ્વારા રચિત કવિતા વાંચતા દેખાઇ રહ્યાં છે.



અમિતાભ બચ્ચને શનિવારે પોતાના બ્લૉગમાં કહ્યું કે, તે આ બિમારીથી પેદા થયેલી માનસિક સ્થિતિ રોગી પર ભારે પડે છે કેમકે તેને માનવિય સંપર્કથી દુર રાખવામાં આવે છે. અમિતાભ બચ્ચને કહ્યું કે કોરોના વાયરસનો માનસિક સ્વાસ્થ્ય પર ઉંડી અસર પડે છે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોનાના લક્ષણો દેખાતા હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યાને સામાન્ય લક્ષણો દેખતા હૉમ ક્વૉરન્ટાઇન કરાયા હતા. બાદમાં ઐશ્વર્યા અને આરાધ્યાને શરદી-ઉધરસ વધતા તેમને પણ પછીથી હૉસ્પીટલાઇઝ કરાવવામાં આવ્યા હતા. સુત્રો અનુસાર, હાલ ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયત પણ ઠીક છે.