The Kashmir Files: બોલિવૂડ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ભારતમાં લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે આ ફિલ્મ યુએઇમાં સાત એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને ફેન્સને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે તેમને યુએઈના સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને લઈને ક્લિયરન્સ મળી ગયું છે. તે પોતાની જીતથી ખૂબ જ ખુશ છે.






વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું


વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે, "મોટી જીત. આખરે, અમને UAE તરફથી સેન્સર ક્લિયરન્સ મળી ગયું છે. 15 વર્ષથી વધુ ઉંમરના લોકો તેને જોઈ શકશે. અમને કોઈપણ કટ વગર  મંજૂરી મળી છે. ફિલ્મ 7મી એપ્રિલ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સિંગાપોરમાં પણ રિલીઝ થઈ રહી છે.






અનુપમ ખેરે પણ વિવેક અગ્નિહોત્રીના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે  "હર હર મહાદેવ. કાશ્મીર ફાઇલ્સ આખરે UAEમાં 7મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે." નોંધનીય છે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' કાશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર્સે પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.