મુંબઇઃ બચ્ચન પરિવારના કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ કેટલાય સેલેબ્સે તેમને જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે, અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. હવે એક્ટર વિવેક ઓબેરોયે બચ્ચન પરિવાર માટે પ્રાર્થના કરી છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

વિવેક ઓબેરોયે ટ્વીટર પર લખ્યું- બચ્ચન પરિવારના જલ્દી સાજા થવા અને સલામતી માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ ટ્વીટની સાથે તેને એક ન્યૂઝનો આર્ટિકલ શેર કર્યો, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોના સંક્રમિત હોવાની ખબર હતી, ઉપરાંત શનિવારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની સલામતી માટે ટ્વીટ પણ કર્યુ હતુ.



વિવેક ઓબેરોયે લખ્યું- અમિતાભ બચ્ચન સર અને અભિષેક બચ્ચન જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છું. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. બહુજ જલ્દી ઠીક થઇ જાઓ, ધ્યાન રાખજો.



ઉલ્લેખનીય છે કે, વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયે ફિલ્મ ક્યો હો ગયે ના માં એક સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં આ બન્ને ઉપરાંત અમિતાભ બચ્ચન હતા. આ દરમિયાન વિવેક અને ઐશ્વાર્યા રાય રિયલ લાઇફમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. બન્નેના લગ્ન કરવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ.