Saif On Marrying Younger Women: સૈફ અને કરીના બોલિવૂડનું શાનદાર કપલ છે. ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે. સૈફે વર્ષ 2012માં પોતાનાથી 10 વર્ષ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. તે દિવસોમાં બંને વચ્ચે ઉંમરના અંતરને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જ્યારે 2014માં આપેલા એક ઇન્ટરવ્યુમાં સૈફને પૂછવામાં આવ્યું હતું કે શું કરીના સાથે લગ્ન કરવું તેના માટે શ્રેષ્ઠ બાબત છે, જેના પર અભિનેતાએ કહ્યું કે તે બધા પુરૂષોને પોતાના કરતા નાની સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની સલાહ આપશે.
પુરુષો મોડેથી પરિપક્વ થાય છે
સૈફે કહ્યું હતું કે, "પુરુષો થોડા મોડેથી પરિપક્વ થાય છે અને મહિલાઓ ખૂબ જ ઝડપથી વધે છે." ઉલ્લેખનીય છે કે કરીના પહેલા સૈફ અલી ખાને તેમનાથી 13 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે અભિનેતાએ કરીના સાથેના તેના લગ્નને સૌથી સુંદર બાબત ગણાવી હતી. તમને જણાવી દઈએ કે, કરીના અને સૈફ ફિલ્મ ટશનના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આજે બંનેને 15 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને વચ્ચે પ્રેમ પહેલા જેવો જ છે.
'યુવાન સ્ત્રીઓ સાથે લગ્ન કરો'
વર્ષ 2014માં સૈફે ફિલ્મફેરને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું કરીના સાથે લગ્ન કરવું તેના માટે શ્રેષ્ઠ બાબત છે. જેના પર અભિનેતાએ જવાબ આપતા કહ્યું સ્પષ્ટપણે હું એ કહી શકું છું કે આ એક સારી વાત છે જે મારી સાથે થઈ છે. આ જ ઇંટરવ્યૂમાં જ્યારે સૈફને પૂછવામાં આવ્યું કે શું ઉંમરનો તફાવત સંબંધને અસર કરે છે, તો સૈફે કહ્યું, "હું બધા પુરુષોને ખૂબ જ નાની અને સુંદર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની સલાહ આપીશ.
આ પણ વાંચો: Shubman Gillનો ક્રશ છે Rashmika Mandanna, ક્રિકેટરે રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો
shubman Gill crush on Rashmika Mandanna: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર્સમાં ક્રિકેટર શુભમન ગિલનું (Shubman Gill) નામ સૌથી પહેલા આવે છે. બાવીસ ગજમાં પોતાના પરાક્રમની સાથે સાથે તે પોતાના અંગત જીવન માટે પણ હેડલાઈન્સમાં રહ્યા છે. શુભમન ગિલ તેની રંગીન લવ લાઈફને કારણે સતત ચર્ચામાં રહે છે. ક્યારેક તેનું નામ આ હિરોઈન સાથે જોડાય છે. ક્યારેક તેની સાથે બીજી મહિલા પણ જોવા મળે છે. થોડા દિવસો પહેલા શુભમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને અભિનેત્રી રશ્મિકા મંદાના ( Rashmika Mandanna) પર 'ક્રશ' છે. જો કે સમાચાર પ્રકાશિત થયાના થોડા દિવસો પછી તેણે પોતે જ આ અટકળોને ફગાવી દીધી હતી અને તેણે કહ્યું કે તે પોતે નથી જાણતો કે તેણે કયા ઈન્ટરવ્યુમાં આવું કહ્યું!
"હું પોતે નથી જાણતો કે મેં કોઈ ઈન્ટરવ્યુમાં આવી વાતો કહી છે: શુભમન
ક્યારેક ક્રિકેટરનું નામ સચિન તેંડુલકરની દીકરી સાથે તો ક્યારેક બોલિવૂડના નવાબની દીકરી સાથે જોડાય છે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તેને કઈ બોલિવૂડ એક્ટ્રેસ પસંદ છે. રિપોર્ટરના સવાલનો શુભમને શરમાઈને જવાબ આપ્યો, 'રશ્મિકા મંદાના', આ વખતે ક્રિકેટ સ્ટાર પોતે આ સમાચારને નકારી રહ્યા છે. તેણે દાવો કર્યો કે, "હું પોતે નથી જાણતો કે મેં કોઈ ઈન્ટરવ્યુમાં આવી વાતો કહી છે." આ જવાબથી શુભમનના ફેન્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
ક્રિકેટરનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયેલું છે
ભારતીય ક્રિકેટ સ્ટાર શુભમન ગિલનું નામ ઘણી અલગ-અલગ યુવતીઓ સાથે જોડાયેલું હતું. ક્યારેક સારા અલી ખાન સાથે તો ક્યારેક સારા તેંડુલકર સાથે તેના વિશે અનેક અટકળો આવી રહી છે. ગયા મહિને શુભમે લંડનના એક કેફેમાં બેઠેલી પોતાની તસવીર પોસ્ટ કરી હતી. ફોટાની નીચે ક્રિકેટરનો સવાલ, "આજ કયો દિવસ છે ?" યોગાનુયોગ આ જ કેફેમાં સારા તેંડુલકરનો ફોટો પણ છે. આ પહેલા જાન્યુઆરીમાં સારા અલી ખાન અને શુભમનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શુભમન અને સારા એરપોર્ટ પર એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.