Alia Bhatt Apologized: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મની વીકએન્ડની કમાણી જ્યારે બોક્સ ઓફિસ પર 100 કરોડના આંકડાને પાર કરી ગઈ છે, ત્યારે દુનિયાભરની કમાણી 200 કરોડને વટાવી ગઈ છે. આ બધા વચ્ચે આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી મીડિયાની માફી માંગતી જોવા મળી રહી છે, જેનું કારણ જાણીને તમે પણ કહેશો કે સો ક્યૂટ.

Continues below advertisement


આલિયા ભટ્ટનો વીડિયો વાયરલ


આલિયા ભટ્ટ કરણ જોહરની ઓફિસ ધર્મા પ્રોડક્શનની બહાર જોવા મળી હતી. કરણ 'બ્રહ્માસ્ત્ર'ના નિર્માતાઓમાંનો એક છે. આલિયાએ પોતાની કારમાં બેઠાં જ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. પાપારાઝીને જોઈને એક્ટ્રેસે તેની કારની બારી ખોલી અને કેમેરા તરફ હાથ લહેરાવ્યો હતો. આ સાથે, તેણે પાપારાઝીની માફી માંગી અને કહ્યું કે - 'માફ કરશો, હું ચાલી શકતી નથી.' આલિયા પ્રેગ્નન્ટ છે અને તે હાલમાં મીડિયાની ભીડથી પોતાને દૂર રાખી રહી છે.




વાયરલ વીડિયોમાં આલિયાના ચહેરા પર એવું સ્મિત જોવા મળી રહ્યું છે કે જાણે તે 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાથી ખીલી ન હોય. લાંબા સમય બાદ કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. 'બ્રહ્માસ્ત્ર'એ પહેલા દિવસે 31.5 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે બીજા દિવસે 37.5 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા દિવસે 39.5 કરોડની કમાણી કરી હતી. પહેલા વીકેન્ડ પર ફિલ્મની કુલ કમાણી 107 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.


અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ભટ્ટ ઉપરાંત રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા અને નાગાર્જુન જોવા મળશે. રણબીર અને આલિયાએ ફિલ્મનું જોરદાર પ્રમોશન કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કેટલી કમાણી કરે છે.