Ayesha Jhulka Interview: આમિર ખાન સાથે 'જો જીતા વોહી સિકંદર'માં પોતાનો શાનદાર અભિનય બતાવનાર આયેશા ઝુલ્કા તેના સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ દિગ્ગજ અભિનેત્રી રહી ચૂકી છે જો કે, સમયની સાથે તેનો ક્રેઝ ઓછો થવા લાગ્યો અને ફિલ્મોમાં તે ઓછી દેખાવા લાગી. તેને ફિલ્મો પણ ખૂબ જ ઓછી મળવા લાગી. પરંતુ આ દિવસોમાં આયેશા ઝુલ્કા OTT પ્લેટફોર્મ પર તેના તાજેતરના શો 'હશ હશ' દ્વારા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ત્યારે તેને તેના જીવન વિશે કેટલીક બાબતો શેર કરી છે.


ઓટીટી પર એન્ટ્રી


આયેશા ઝુલ્કાએ OTT પર એન્ટ્રી કરવા અંગે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'મને હંમેશા લાગતું હતું કે એક અભિનેત્રી તરીકે મારી અંદર જે કળા હતી તે પૂરેપૂરી બહાર નથી આવી શકી. જૂના જમાનામાં તમારી સુંદરતા અને ડાન્સ તમારી કમિયાબી માટે મહત્વપૂર્ણ હતો જો કે હવે સમય બદલાઈ ગયો છે. હવે સુંદરતા કરતાં તમારું પરફોર્મન્સ ઇમ્પોર્ટન્ટ છે. લોકો હવે સુંદરતા કરતાં તમારું પરફોર્મન્સ કેવું છે તે જુએ છે.


લગ્ન ન કરવાનો નિર્ણય


આ સાથે આયેશાએ પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું હતું કે હું સાચું કહું તો મે લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો હતો કેમ કે હું વિચારતી હતી કે જો હું લગ્ન નહી કરું તો હું કઈ પણ કરી શકીશ. તે પછી મારી માતા અને બહેન સાથે હું સમીરને મળી. અને તેને મળ્યા બાદ મને એવું લાગ્યું કે સમીર મારા માટે યોગ્ય જીવનસાથી છે તેથી અમે લગ્ન કરવાનો વિચાર કર્યો અને અમે બંનેએ લગ્ન કરી લીધા  


અત્યાર સુધી માતા કેમ ના બની?


આયેશાના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ તેમને કોઈ સંતાન નથી. માતા ન બની શકવા અંગે અભિનેત્રીએ કહ્યું કે 'મેં મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને તે પછી મેં માતા નહીં બનવાનું નક્કી કર્યું અને મારા પતિએ આ વિચારમાં મારો પૂરો સાથ આપ્યો. જો કે સમીર અને મેં ગુજરાતના બે ગામો દત્તક લીધા છે અને ત્યાંના 160 બાળકોના શિક્ષણ અને ભોજનની સંપૂર્ણ કાળજી અમે રાખીએ છીએ. અને આમાં મને તે ખુશી મળે છે.