પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું કે, - હું નવાઝુદ્દીન સિદ્દીકીને વર્ષ 2003થી જાણુ છું, અમે એકસાથે રહેવા લાગ્યા હતા, તેનો ભાઇ શમાસ પણ અમારી સાથે રહેતો હતો. પછી ધીમે ધીમે અમને પ્રેમ થઇ ગયો અને અમે એકબીજા સાથે એટેચ થઇ ગયા. પછી અમે લગ્ન કરી લીધા. શરૂઆતથી જ અમારી વચ્ચે સમસ્યાઓ હતી પણ મને લાગ્યુ કે બંધુ ઠીક થઇ જશે, પણ 15-16 વર્ષ થઇ ગયા અને મેન્ટલ ટૉર્ચર બંધ ના થયુ.
આલિયાએ કહ્યું કે, મને એ સારી રીતે યાદ છે કે જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યાં હતા, અને લગ્ન કરવાના હતા, તો તે પહેલાથી જ બીજી કોઇ સાથે રિલેશનશીપમાં હતા. ત્યારે હું ચેકઅપ માટે ખુદ ડ્રાઇવ કરીને જતી હતી. ત્યારે મારા ડૉક્ટરો મને કહેતા હતા કે હું પાગલ છુ અને ચેકઅપ માટે હું ખુદ અને એકલી આવી રહી છું. જ્યારે મારુ લેબર પેઇન્સ શરૂ થયુ તો નવાઝ અને તેના ફેમિલી ત્યાં હતા. જ્યારે હું દુઃખમાં હતી ત્યારે મારા પતિ મારી સાથે ન હતા. તે ફોન પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતા હતા. મને તે બધુ ખબર હતી કેમકે ફોનના બિલનુ સ્ટેટમેન્ટ આવતુ હતુ.
આલિયાએ આગળ કહ્યું કે, શમાસે મને ફોન માટે બિલ આપ્યુ હતુ, તે લગભગ 3-4 વર્ષથી છોકરીઓ સાથે વાત કરી રહ્યાં હતા. ત્યારે હુ મારી પહેલી ડિલીવરીમાંથી પસાર થઇ રહી હતી. ત્યારે પણ નવાઝના મનમાં કોઇ ફિલિંગ્સ ન હતી. આ નાના નાના કારણો છે જેની મદદથી મેં તેમને છોડવાનો નિર્ણય લીધો. મેં નવાઝને ક્યારેય નથી બતાવ્યુ કે તેના ભાઇએ જ મને બધી વાતો કહી હતી.