જૉન સીનાએ આસિમ રિયાઝની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, ફેન્સની વચ્ચે હવે એ વાત છેડાઇ ગઇ છે કે શું WWE સુપરસ્ટાર જૉન સીના પણ બિગ બૉસ 13 શૉને જોઇ રહ્યાં છે. ખાસ વાત છે કે જૉન સીના પોતાની તસવીરમાં કોઇપણ પ્રકારનુ કેપ્શન નથી આપતો.
તસવીર શેર કરતાં તેને લખ્યુ, 'મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમારુ સ્વાગત છે, આ તસવીર કોઇપણ જાતની માહિતી વિના અહીં પૉસ્ટ કરવામાં આવશે, આનો મતબલ તમે ખુદ નક્કી કરો. એન્જૉય.' આનો અર્થ છે કે જૉન સીના એ તસવીર વિશે કંઇજ નથી લખ્યુ.
ખાસ વાત છે કે, હાલ બિગ બૉસ શૉના સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ બે બહુજ સ્ટ્રૉન્ગ કન્ટેન્ટન્ટ છે. બન્નેના ફેન્સ હંમેશા સોશ્યલ મીડિયા પર આમને સામને રહે છે. બન્ને બિગ બૉસ એલિટ ક્બલના સભ્યો બની ચૂક્યા છે.