મુંબઇ: યે રિસ્તા કયાં કહેલાતાની એક્ટ્રેસ શિવાંગી જોશીનો એક વીડિયો હાલ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આપ પણ જુઓ એક્ટ્રેસનો આ ગ્લેમરશ અવતાર


 યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને ફેન્સ શોના સ્ટારકાસ્ટને પણ ખૂબ પ્રેમ કરે છે. સોશિયલ મીડિયા પર ફેન્સનો પ્રેમ જોઇ શકાય છે હવે આ શોની ફિમેલ લીડ એક્ટ્રેસ સીરત એટલે કે તેનો રોલ અદા કરતી શિવાંગી જોશીનો એક વીડિયો વાયરલ થયો છે.


શિવાંગી જોશીનો વીડિયો વાયરલ
શિવાંગી જોશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શિવાંગી તેના ડાન્સ સ્ટેપ બતાવી રહી છે. ડાન્સ મૂવ્સ બતાવતા-બતાવતાં તે કપડાં પણ બદલી રહી છે. વીડિયોમાં જોઇ શકો છો કે શિવાંગીએ વીડિયોની શરૂઆતમાં સિમ્પલ હૂડી પહેર્યું છે અને હેરસ્ટાઇલમાં તેમણે બંને સાઇડ બન વાળેલા છે. અને  તે ડાન્સ મૂવ્સ કરી રહી છે. જોત જોતામાં તે અચાનક જ ગ્લેમરસ અવતારમાં આવી જાય છે.



શિવાંગી ધારણ કરે છે ગ્લેમરશ અવતાર
કપડાં બદલ્યાં બાદ શિવાંગી જોશી ઓરેન્જ કલરના બેકલેસ ડ્રેસમા નજર આવે છે. તેમજ તેમની વાળની સ્ટાઇલ પણ ચેન્જ છે. શિવાંગી જોશીનો આ ચુલભુલા અવતારને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. ફેન્સ શિવાંગીની પ્રશંસા કરતા નથી થાકતા.


કાર્તિકનો ખતમ થયો કિરદાર
તાજેતરમાં જ સિરિયલમાં કાર્તિક અને સીરતના લગ્ન થયા છે.ટેલી ચક્કરના રિપોર્ટ મુજબ સીરત અને કાર્તિકના લગ્ન બાદ શો મેકર કંઇક મોટું કરવાના પ્લાનિંગમાં છે.રિપોર્ટમાં એવી પણ જાણકારી છે કે, આ શોના લીડ એક્ટર મોહિસન ખાન શોને છોડી રહ્યાં છે ઉલ્લેખનિય છે કે, મોહસિન ખાન આ શોનો 5 વર્ષથી હિસ્સો છે. લોકો તેને પસંદ પણ કરે છે. વર્ષો સુધી શોથી જોડાયેલા રહ્યાં બાદ અચાનક જ તેઓ આ શો છોડવા ઇચ્છે છે