નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાને લઈને લંબા સમયથી ચર્ચા છે કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. જોકે બન્ને ખુદ આ મામલે કંઈ બોલવા તૈયાર નથી. બન્નેને લઈને ચર્ચા એ પણ છે કે ટૂંકમાં જ બન્ને લગ્ન કરી શકે છે, કહેવાય છે કે બન્ને 19 એપ્રિલના રોજ લગ્ન કરશે. આ લગ્ન ચર્ચામાં થશે. પરંતુ લગ્નને લઈને અર્જુન કપૂરના પિતા બોની કપૂરે કંઈક અલગ જ કહ્યું છે.
અર્જુનના પિતા અને પ્રોડ્યૂસરે મૌન તોડતા કહ્યું કે આ અહેવાલ ખોટા છે. મીડિયા સાથે વાત કરતાં જ્યારે તેમને અર્જુન અને મલાઈકાના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, આ અહેવાલમાં કોઈ સત્ય નથી.
પહેલા અહેવાલ હતા કે બોની કપૂર અર્જુન અને મલાઈકાના સંબંધથી નાખુશ છે અને ઈચ્છે છે કે અર્જુન મલાઈકા સાથે પોતાના સંબંધ ખત્મ કરી નાંખે. કારણ કે બન્નેના સંબંધથે કારણે બોનીના સંબંધ સલમાન ખાન સાથે ખરાબ થઈ રહ્યા છે. અહેવાલ આવ્યાતા કે સલમાન મલાઈકા અને અર્જુનના સંબંધથી નાખુશ છે અને તેના કારણે તેણે બોની કપૂરથી પણ અંતર રાખ્યું અને તેમને પોતાના ઘરે ન આવવાનું કહી દીધું.