છૂટાછેડાના 14 વર્ષ બાદ ફરી પ્રથમ પત્નીના જ પ્રેમમાં પડ્યો આ સુપરસ્ટાર, તસવીરો થઈ વાયરલ
abpasmita.in | 21 Jan 2020 10:44 AM (IST)
પિટ આ દરમિયાન એનિસ્ટનના હાથમાં હાથ પકડીને ઉભેલ જોવા મળ્યા. તસવીરમાં બન્નેનું રિએક્શન જોઈને એવું લાગે છે કે તે સાથે ખૂબ જ ખુશ હતા.
નવી દિલ્હીઃ સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં આ વખતે કંઈક એવું થયું જે મૂવી ફેન્સ માટે ખૂબ જ રસપ્રદ છે. એક સમયે એકસાથે રિલેશનશિપમાં રહેલ જેનિફર એનિસ્ટન અને બ્રાડ પિટે અહીં એવોર્ડ્સ જીત્યા અને બાદમાં બન્નેની તસવીરો આવી જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પિટ આ દરમિયાન એનિસ્ટનના હાથમાં હાથ પકડીને ઉભેલ જોવા મળ્યા. તસવીરમાં બન્નેનું રિએક્શન જોઈને એવું લાગે છે કે તે સાથે ખૂબ જ ખુશ હતા. એટલું જ નહીં, જ્યારે બ્રાડને પોતાની ફિલ્મ માટે એવોર્ડ મળ્યો અને તે સ્પીચ આપી રહ્યા હતા ત્યારે જેનિફર હસતી જોવા મળી અને જેનિફરની સ્પીચ વખતે બ્રેડના આંખમા હરખના આંસુ જોવા મળ્યા હતા. બ્રેડ અને જેનિફરની દોસ્તી ફરીથી થઈ રહી છે. વાત તો બન્ને અફેર સુધી પહોંચી ચૂકી છે. એવોર્ડ શોમાં બન્નેને સાથે જોઈને અને એના રિએક્શન પરથી જગ જાહેર થઈ ચૂક્યું છે કે, બન્ને એકબીજાના પ્રેમમાં છે. કેમેરામેન દ્વારા બન્નેના ફોટો પણ લેવામાં આવ્યા. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં બન્ને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે કે, આ દોસ્તીના કારણે એન્જેલિના જોલીને જલન થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રેડ અને જેનિફરના લગ્ન 2000માં થયા હતા. અને 2005માં બન્નેએ છૂટાછેડા લીધા. ત્યારબાદ 2014માં બ્રેડએ એન્જેલિના જોલી સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ 2016માં એ બન્ને પણ અલગ થઈ ગયા.