મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લા હાલમાં મધરહૂડ મોમેન્ટ એન્જૉય કરી રહી છે. બ્રૂનાએ ગઇ 31 ઓગસ્ટે પોતાની પહેલી પુત્રીને જન્મ આપ્યો હતો, પણ શું તમે જાણો છો બ્રૂનાએ પોતાની દીકરીને જન્મ વૉટર ડિલીવરી મારફતે આપ્યો છે.
ખાસ વાત છે કે ડિલીવરી પહેલા જ બ્રૂના અબ્દુલ્લાએ પ્લાન કર્યુ હતુ કે તે પોતાના બાળકને વૉટર બર્થથી જન્મ આપશે, અને બ્રૂનાએ આમ જ કર્યુ, તેને પોતાની દીકરીને પાણીમાં જ જન્મ આપ્યો.
બ્રૂના અબ્દુલ્લાએ હવે સોશ્યલ મીડિયા પર પોતાની ડિલીવરીના સમયનો એક ઇન્ટેન્સ ફોટો શેર કર્યો છે, તસવીરમાં બ્રૂના વૉટર પુલમાં દેખાઇ રહી છે, તેની સાથે તેના પતિ પણ છે. આ તસવીર ડિલીવરીની સમયની છે.
બ્રૂનાએ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યુ, પ્રેગનન્ટ થયા પહેલા જ મને ખબર હતી હું પોતાના બાળકને વૉટર બર્થ દ્વારા જન્મ આપીશ. હું હંમેશા ઇચ્છતી હતી કે હું દવાઓનો ઓછામાં ઓછો વપરાશ કરીને બાળકને જન્મ આપુ. હૉસ્પીટલમાં પ્રેગનન્ટ એક મહિલાને જેટલી દવાઓ આપવામાં આવે છે, તેનાથી સાઇડ ઇફેક્ટથી મને નફરત છે.