બિઝનેસેમેને હોટ એક્ટ્રેસ પર કર્યો બળાત્કાર, પાંચ વર્ષ પહેલાં ધનિકોને છોકરીઓ સપ્લાય કરવાના કેસમાં પકડાયેલો, જાણો વિગત
ચાર્જશીટમાં આરોપીની પત્ની, માતા અને ડ્રાઈવરનાં પણ નિવેદન લેવામાં આવ્યા છે. ગત મહીનામાંજ એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અભિનેત્રીએ જૂહૂ પોલીસમાં ફરિયાદ બાદ આરોપીની 22 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએ એ ક્રાઈમ બ્રાન્ચને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, એપ્રિલ 2012માં ડાયરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ(ડીઆરઆઈ)એ આરોપીના અગણિત લેવડ દેવડ ઉજાગર કરતા તેને સમન્સ મોકલ્યુ હતું જેમાં પંજાબથી ગોવા સુધી મહિલાઓને કથિત રીતે સપ્લાય કરવાનો આરોપ પણ હતો પરંતુ આરોપી પોતે ક્યારેય એજન્સી સામે હાજર થયો નહતો.
અભિનેત્રી સિવાય બ્રિટેનમાં રહેતા એક ભારતીય મૂળના બિઝનેસમેને પણ તેની સાથે છેતરપિંડી કરી હોવાનો દાવો કર્યો હતો. આરોપી કથિત રીતે એનઆરઆઈને જેકપોટ કહીને સંબોધિત કર્યો હતો. જેની સાથે આરોપીએ 19 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એનઆરઆઈએ જણાવ્યું કે આરોપીએ 2008માં તેની પાસેથી ફૂડ બિઝનેસને વધારવા માટે અને વિરોધીઓથી તેને બચાવવા માટે પૈસા લીધા હતા.
મુંબઈ: બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને જાતિય શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બિઝસનેસમેન દેહ વ્યાપાર સાથે જોડાયેલો હોવાનો ખુલાસો થયો છે, આ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરેલી ચાર્જશીટમાં ખુલાસો થયો હતો. આ ઘટના 2012ની છે. નોંધનીય છે કે આ વર્ષે જ એક્ટ્રેસની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં પોલીસે 400 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે.
ફરિયાદ પ્રમાણે અભિનેત્રી બિઝનેસમેનને 2011માં મળી હતી. સાત વર્ષમાં બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી અને એક્ટ્રેસેનો બિઝનેસ પાર્ટનર બની ગયો હતો. તેના બાદ આરોપીએ એક્ટ્રેસને તેની પ્રૉપ્રર્ટી અને ઇવેસ્ટમેન્ટને મેનેજ કરવાનો વચન આપી કરોડો રૂપિયા પણ પડાવી લીધા હતા, એટલુંજ નહીં એક્ટ્રેસે પોતાની ફરિયાદમાં જુલાઈ 2016માં જાતિય શોષણ પણ કર્યું હતું.
આરોપી બિઝનેસમેને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે જેમાં કેટલાક એનઆરઆઈ પણ શામેલ હોવાનો ખુલાસો થયો છે. બિઝસનેસમેન પર આરોપ છે કે, તે એનઆરઆઈના મોંઘા શોખ પૂરા કરવા માટે જેવા કે હોટલમાં રોકાવાનું અને ડાન્સ બારમાં જવા માટે તેમની પાસેથી પૈસા ખંખેરતો હતો. આરોપીના ચાર્ડેડ એકાઉટન્ટે(સીએ) એ ક્રાઇમ બ્રાન્ચને તેના સંદિગ્ધ તસ્કરી વિશે જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -