મુંબઈ: એ દિલ હે મુશ્કિલ ફિલ્મના નિર્દેશક કરન જોહરને મહારાષ્ટ્રના એક બિઝનેશમેને 320 રૂપિયાનો ચેક મોકલ્યો છે. આ બિઝનેશમેનનું કહેવાનું છે કે ફિલ્મની સ્ટાર કાસ્ટને જોઈ તે ફિલ્મ જોવા નહી જઈ શકે પરંતું પોતે એક બિઝનેશમેન હોવાના નાતે કરન જોહરને થનારા નુકશાનનો અફસોસ છે, જેના કારણે તેણે કરન જોહરને ચેક મોકલ્યો છે. બિઝનેશમેન કરન કે ચીમા દ્વારા મોકલવામાં આવેલો ચેક અને પત્રની તસવીરો ટ્વીટર પર ખૂબ જ શેર થઈ રહી છે. પાકિસ્તાની કલાકરોને કાસ્ટ કરવા પર આપની ફિલ્મને થનારા નુકશાન વિશે આપના સોશિયલ મીડિયા પર આવેલો વીડીયો જોઈ આપના થનારા નુકશાન વિશે અફસોસ વ્યક્ત કરવા માંગું છું. હાલ દેશમાં ખૂબ જ અજીબો ગરીબ પરિસ્થિતિ બની રહી છે. પરંતુ અમારા માંથી કોઈએ પણ તમારી ફિલ્મ જોવામાં કોઈ સહાનુભૂતિ નથી.


ચીમાએ લખ્યું છે કે એક ધંધાર્થી હોવાના કારણે આપનું દુખ સમજી શકું છું. જેના કારણે આપને 320 રૂપિયાનો HDFC બેંકનો ચેક મોકલી રહ્યો છું. આ એ રકમ છે જે મોટાભાગે મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ દેખાડવા માટે લેવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે આપવામા આવેલા નંબર પર કોઈ જવાબ ન મળવાને કારણે આ ચેક અને લેટરની કોઈ પુષ્ટી નથી કરવામાં આવી કે આ ચેક ચીમા સ્પોર્ટસ તરફથી જ જાહેર કરવામાં આવ્યો છે કે નહી. આ ફિલ્મ 28 ઓક્ટોબરના રિલીઝ થઈ રહી છે.