નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રવિવારે વિજ્ઞાન ભવન પહોંચ્યા અને અહીં ભારતમાં આર્બિટ્રેશન અને એનફોર્સમેંટને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય પહેલ પર થઈ રહેલી ગ્લોબલ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. પીએમે કહ્યું કે ભારત ડિજિટલ ક્રાંતિ પર પ્રયોગ કરી રહ્યો છે અને આ ભારતીય સમાજમાં ડિજિટલ અને આર્થિક અંતરને ઓછું કરવાનું કામ કરશે.


પીએમ મોદીએ કહ્યું કે, ઈ-કોર્ટ મિશન અંતર્ગત ઘણા કદમ ઉઠાવ્યા અને લગભગ 1000 બેકાર નિયમોને કાયદામાંથી હટાવવામાં આવ્યા છે અને આર્બિટ્રેશન એંડ કોન્સિલિએશન એક્ટમાં ઘણા મોટા સંશોધન કરવામાં આવ્યા છે. તેમને વધુમાં કહ્યું કેસ કામકાજમાં ઝડપ અને સરળ બનાવવા માટે સારા આર્બિટ્રેશનની જરૂર છે. નવા આર્બિટ્રેશન એક્ટ પ્રમાણે કામકાજ સરળ થઈ ગયું છે.

પીએમ મોદીએ કહ્યું કે, કાયદો સ્થિર હોવો જોઈએ પરંતુ મૂંગો નહીં. સાથે તેમને આશા સેવી હતી કે ભારતને ગ્લોબલ આર્બિટ્રેશન હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે.