લખનઉઃ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. બેઠકમાં શિવપાલ સહિત ચાર મંત્રીઓને કેબિનેટમાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. શિવપાલ સિવાય મંત્રીમંડળમાંથી નારદ રાય, ઓમ પ્રકાશ સિંહ અને સાદાબ ફાતિમાને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. અખિલેશે અમર સિંહના નજીક ગણાતા જયાપ્રદાને ઉત્તરપ્રદેશ ફિલ્મ ડેવલપમેન્ટ કાઉન્સિલમાંથી હટાવવામાં આવ્યા છે.


તે સિવાય અખિલેશે બેઠકમાં કહ્યુ હતું કે જે અમરસિંહની સાથે છે તેમને હટાવવામાં આવશે. જે વ્યક્તિ પાર્ટીમાં લડાઇ કરાવશે તેઓને માફ કરવામાં આવશે નહીં. બેઠકમાં શિવપાલ યાદવના સમર્થકોને બોલાવવામાં આવ્યા નહોતા. બેઠકમાં ફોન લઇ જવાની પણ મનાઇ કરવામાં આવી હતી.

સપાના કાર્યકર્તાઓએ અખિલેશના ઘરની સામે અમરસિંહની તસવીરો ફાડી હતી. બેઠકમાં અખિલેશે કહ્યું કે હું મારા પિતાની સાથે છું. હંમેશા તેમની સાથે રહીશ. બેઠકમાં અમરસિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા. અખિલેશે અમરસિંહને દલાલ પણ ગણાવ્યા હતા.

અખિલેશે કહ્યું કે અમરસિહ પિતા અને પુત્રને લડાવવા માંગે છે. આ બીજેપી સાથે મળેલો છે. હું મારા પિતાનો ઉત્તરાધિકારી છું અને પાર્ટીને તૂટવા દઇશ નહીં.