Janhvi Kapoor: બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હવે ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ફેન્સને આકર્ષવા પ્રયાસ કર્યો છે, આ તસવીરોમાં તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. જ્હાન્વી કપૂરનુ નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. જ્હાન્વી આજકાલ બૉલીવુડની બિઝી એક્ટ્રેસ બની ચૂકી છે, તેની પાસે ઢગલાબંધ પ્રૉજેક્ટ વેઇટિંગમાં છે.
જ્હાન્વી કપૂરની પાસે એક પછી એક ફિલ્મો આવી રહી છે, જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ પોતાની ફિલ્મ બબાલનુ શૂટિંગ પુરુ કર્યુ છે. જ્હાન્વી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોથી ધમાલ મચાવતી રહે છે.
જ્હાન્વી કપૂરે હવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેને એકદમ બૉલ્ડ અને લેટેસ્ટ લૂક જોવા મળી રહ્યો છે. વ્હાઇટ ડીપ નેક વનપીસ પહેરીને જ્હાન્વી કપૂર કાતિલ પૉઝ આપતી દેખાઇ રહી છે. વ્હાઇટ ડ્રેસમાં જ્હાન્વી કપૂરની આ ગ્લેમરસ અદાઓ ફેન્સના દિલ પર સવાર થઇ ગઇ છે.
જ્હાન્વી કપૂરે બૉલીવુડમાં ધડક ફિલ્મથી ડેબ્યૂ કર્યુ હતુ, અને તે છેલ્લે ફિલ્મ ગુડ લક જેરીમાં દેખાઇ હતી.