ઇન્સ્ટાગ્રામ સ્ટાર બનવા આ મૉડલે કરી દીધી બધી હદો પાર, હવે થશે 8 વર્ષની જેલ, જાણો ઘટના
રિપોર્ટ્સ અનુસાર, 24 વર્ષની મૉડલ મેલિના રોબર્જ દુનિયાભરના બ્યૂટિફૂલ લૉકેશન પર જઇને ગ્લેમરસ ફોટોઝ શેર કરતી હતી. આ જગ્યાઓ પર જવાનો શોખ કન્ટીન્યૂ વધતો ગયો અને તેને પુરો કરવા માટે તેને ખોટી રીતે પૈસા કમાવવાનું શરૂ કરી દીધું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અનુસાર, મેલિના અને તેની સાથે ડ્રગ્સ તસ્કર કુલ 95kg કોકીન સી પ્રિન્સીસ નામની ક્રૂઝ શિપ સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યાં હતાં. આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ તસ્કરી માનવામાં આવી રહી છે.
મૉડલ મેલિનાને કૉલેજ લાઇફથી જ મૉડલિંગનો શોખ હતો. તેને કેટલીય મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું, 19 વર્ષની ઉંમરમાં તેને મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુ ત્યારથી તે ખુબ ચર્ચામાં આવી હતી.
આ મૉડલે ડ્રગ્સની તસ્કરી શરૂ કરી દીધી, પોલીસ અનુસાર આ મૉડલ લગભગ 95 કિલો કોકીનની તસ્કરી કરવા જઇ રહી હતી, ત્યારે પકડાઇ ગઇ. આ કોકીનની કિંમત લગભગ 21 મિલયન ડૉલર (લગભગ 137 કરોડ રૂપિયા) હતી.
મુંબઇઃ કેનેડાની એક મૉડલને ઇન્સ્ટાગ્રામ પર સ્ટાર બનવાની ઘેલછા તેને જેલ સુધી લઇ ગઇ, લક્ઝરી લાઇફ જીવવાનો શોખ અને ફેમસ થવાની ઘેલછામાં મૉડલ મેલિના ગુનાખોરીના કૃત્યોમાં જોડાઇ ગઇ અને અંતે જેલની હવા ખાવાનો વારો આવી ગયો છે, તેને 8 વર્ષની જેલની સજા થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -