એપલ ફેન્સ માટે સારા સમાચાર, હવે લૉન્ચ થશે આ સસ્તો અને લેટેટસ્ટ iPhone
EEC ની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર ખુબ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. તાજેતરમાં જ આ કમિશને આઇપેડને લૉન્ચને લઇને અનુમાન લગાવ્યું હતું અને તે ખરુ સાબિત થયું હતું. એવું માનવામાં આવે છે કે આઇફોન SE2 બહુ જલ્દી લૉન્ચ કરવામાં આવી શકે છે.
વર્ષ 2016 માં એપલે પોતાના 4-ઇંચ સ્ક્રીન સેગમેન્ટ વાળા યૂઝર્સનો ધ્યાનમાં રાખીને આઇફોન SE લૉન્ચ કર્યો હતો. આ આઇફોન 4 ઇંચની સ્ક્રીનની સાથે આવે છે અને તેના બધા સ્પેશિફિકેશન્સ આઇફોન 6s જેવા જ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી આ એકલો એવો આઇફોન છે જેને ભારતમાં એસેમ્બલ કરવામાં આવી રહ્યો છે. આ જ મોટું કારણ છે કે આઇફોન SE ભારતમાં સસ્તી કિંમતે અવેલેબલ થાય છે.
આ લીક અનુસાર, યુરોપની એક રેગ્યૂલેટરી પર કેટલાક આઇફોન્સ મૉડલ સ્પૉટ કરવામાં આવ્યા છે અને આ મૉડલ્સને હજુ સુધી લૉન્ચ નથી કરવામાં આવ્યા. આ આઇફોન SE 2 સીરીઝનો ભાગ બની શકે છે. યુરેશિયન ઇકૉનોમિક કમિશન (EEC) પર 11 આઇફોન મૉડલ્સ A1920, A1921, A1984, A2097, A2098, A2099, A2101, A2103, A2104, A2105 અને A2106 ને સ્પૉટ કરવામાં આવ્યા છે. એક ફ્રેન્ચ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ આઇફોન SE 2નો ભાગ હોઇ શકે છે.
નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ હવે ટુંકસમયમાં નવો આઇફોન લૉન્ચ કરી શકે છે. કંપની 2016માં લૉન્ચ થયેલા આઇફોન SEના અપગ્રેડેડ વર્ઝન આઇફોન SE 2 લૉન્ચ કરવા જઇ રહી છે. આ એપલના કૉન્પેક્ટ આઇફોનના લૉન્ચને લઇને જુદીજુદી જાતના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. નવી લીક થયેલા એક રિપોર્ટ અનુસાર આઇફોન SE 2 આ વર્ષે જૂનમાં યોજાનારી એપલ વર્લ્ડવાઇડ ડેવલપર કૉન્ફરન્સ (WWDC 2018)માં લૉન્ચ કરવામાં આવી શકે છે.