Cannes 2019માં બોલિવૂડની આ એક્ટ્રેસનો લૂક લોકોને ન આવ્યો પસંદ, આ રીતે ઉડી રહી છે મજાક
abpasmita.in | 20 May 2019 08:23 AM (IST)
ભલે ચાહકોને મનમાં દીપિકાનો આ લૂક ન પસંદ આવ્યો હોય પણ દીપિકાનાં રેડ કાર્પેટ પર ખુબ વખાણ થયા હતાં.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અલગ અલગ લુકમાં જોવા મળી. સૌથી પહેલા દીપિકાએ બ્રાઉન અને ક્રીમ ગાઉનમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી, ત્યાર બાદ તેણે પોતાના અનેક લુક્સ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. જોકે હવે તેનો આ ગ્રીન અવતાર ચર્ચામાં છે. દીપિકાના આ ગ્રીન ડ્રેસને Giambattista Valli દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. રેડ કાર્પેટ પર ગ્રીન અવતારમાં આવેલી દીપિકા સાટિન રોઝ પિંક હસબેન્ડ સ્કાર્ફ અને બોથી તેનાં આઉટફિટને કમ્પલિટ કર્યો હતો. ભલે ચાહકોને મનમાં દીપિકાનો આ લૂક ન પસંદ આવ્યો હોય પણ દીપિકાનાં રેડ કાર્પેટ પર ખુબ વખાણ થયા હતાં. ગ્રીન કલરન ડ્રેસ પર એક યુઝરે લખ્યુ છે કે, હવે લાગે છે રણવીર સિંહની પત્ની. કાચી કેરી ફ્લેવરનો બરફ ગોળો.