જ્યાં વિરાટ-અનુષ્કાએ કેન્સલ કરી હતી ડીલ ત્યાં જ રહેવા જશે બોલિવૂડનું આ હોટ કપલ!
અહીંયા જ વિરાટ-અનુષ્કાએ 34 કરોડ રૂપિયાનો આલીશાન ફ્લેટ બુક કરાવ્યો હતો. પરંતુ બાદમાં કોઈ કારણસર તેમણે ફ્લેટનું બુકિંગ કેન્સલ કરાવી નાખ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે બંને અહીંયા વેચવા માટે કઢાયેલા લક્ઝરી એપાર્ટમેન્ટને જોવા આવ્યા હતા. તેમને આપસાપનો એરિયા જોયો અને પ્રોપર્ટીથી ખૂબ પ્રભાવિત થયા. જો બધુ બરાબર રહેશે તો તેઓ જલ્દી જ આ એપાર્ટમેન્ટ ખરીદી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. ઘણાં સમયથી મીડિયામાં અહેવાલ આવી રહ્યા છે કે બન્ને આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે પરંતુ લગ્ન પહેલા એક અન્ય અહેવાલ સામે આવ્યા છે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલ્દી જ નવું ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.
દીપિકા અને રણવીરનું આ નવું ઘર થોડા સમય પહેલા લવબર્ડ્સ વિરાટ-અનુષ્કાએ કેન્સલ કરેલા ઓમકાર બિલ્ડીંગની પાસે જ છે. એક બોલિવૂડ વેબસાઈટ મુજબ કેટલાક દિવસો પહલા રણવીર અને દીપિકાને પ્લસ વર્લી હાઈ રાઈઝ જગ્યા પર સ્પોટ કરાયા હતા.
રણવીર સિંહ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગલી બોય’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ નજર આવશે. આ સાથે જ રણવીર સિંહની ફિલ્મ ‘સિંબા’ આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે. જોકે દીપિકા પાદુકોણે પોતાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. કહેવાઈ રહ્યું છે કે દીપિકા-રણવીર વચ્ચેની નીકટતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ દરમિયાન વધી હતી. આ બાદ બંનેએ ઘણી સુપરહીટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -