✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વર્લ્ડકપ 2019નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતની ક્યારે અને કોની કોની વચ્ચે રમાશે મેચ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Apr 2018 09:16 PM (IST)
1

વર્લ્ડ કપ 2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી 14 જૂલાઈ વચ્ચે રમાશે. વર્લ્ડ કપ 2019માં કુલ 10 ટીમો ભાગ લેશે. કુલ 48 મેચો રમાશે જે લગભગ 45 દિવસ સુધી ચાલશે. પ્રથમ મુકાબલો ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે.

2

વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. 1. ભારત vs દક્ષિણ આફ્રિકા (5 જૂન), 2. ભારત vs ઓસ્ટ્રેલિયા (9 જૂન), 3. ભારત vs ન્યૂઝીલેન્ડ(13 જૂન), 4. ભારત vs પાકિસ્તાન (16 જૂન), 5. ભારત vs અફગાનિસ્તાન(22 જૂન), 6. ભારત vs વેસ્ટઈન્ડિઝ ( 27 જૂન), 7. ભારત vs ઈંગ્લેન્ડ(30 જૂન), 8. ભારત vs બાંગ્લાદેશ (2 જૂલાઈ), 9. ભારત vs શ્રીલંકા(6 જુલાઈ).

3

નવી દિલ્હી: આતંરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ વર્ષ 2019માં રમાનારા વિશ્વકપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ વર્લ્ડકપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત પાંચ જૂનથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે. જ્યારે કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે 16 જૂને મુકાબલો થશે. આઈસીસીએ ગુરુવારે વર્લ્ડ કપ 2019નો કાર્યક્રમ ઔપચારિક રીતે જાહેર કરી દીધો છે.

4

તે સિવાય આઈસીસીએ 2021માં ભારતમાં યોજાનારી ચેમ્પિયન ટ્રોફીને વર્લ્ડ ટી-20માં બદલવાનો નિર્ણય લીધો છે. હવે આઠ ટીમો વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટ ખતમ કરી દેવામાં આવી છે. જેની પ્રાસંગિકતા પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. આઈસીસીના સીઈઓ ડેવ રિચર્ડસને કહ્યું કે, બોર્ડે સર્વસમ્મતિથી સહમતિ વ્યક્ત કરી છે કે 2021માં ભારતમાં હવે 16 ટીમો વચ્ચે ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વર્લ્ડકપ 2019નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતની ક્યારે અને કોની કોની વચ્ચે રમાશે મેચ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.