Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શું ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝ અટકી પડશે, સેન્સર બોર્ડે ફિલ્મ પરત મોકલી
એક પ્રાઇવેટ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોવાની વાત કહેવાઇ છે. માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીના નજીકના સૂત્રોએ પણ કહ્યું છે કે ‘કેન્દ્રીય મંત્રીએ પણ એવા કોઇ સ્ક્રીનિંગ ઇવેન્ટમાં ફિલ્મ જોઇ નથી. આવી ચર્ચાઓ પાયાવિહોણી છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ અંગે કોઇ નિર્ણય લેવા માટે સેન્સર બોર્ડ સ્વતંત્ર છે. સેન્સર બોર્ડના વડા પ્રસૂન જોશીએ જણાવ્યું છે કે તેમણે હજુ સુધી ‘પદ્માવતી’ જોઇ જ નથી. પોતે ફિલ્મ જોઈ છે તે પ્રકારના અહેવાલો ખોટા છે.
‘પદ્માવતી મેકર્સ તરફથી સેન્સરને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ મોકલવામાં આવ્યા છે તે અધૂરા છે. ફિલ્મની શરૂઆતમાં પણ અપેક્ષિત ડિસ્ક્લેઇમર નથી. પૂરતું ડોક્યુમેન્ટેશન ન હોવાને કારણે ફિલ્મના સર્ટિફિકેશનમાં વિલંબ થઇ રહ્યું છે’ તેમ જણાવતા સૂત્રોએ ઉમેર્યું હતું કે પદ્માવતી મામલે સીબીએફસીની કામગીરીમાં સરકાર તરફથી કોઇપણ પ્રકારની દરમિયાનગીરી નથી.
નવી દિલ્હીઃ ગુજરાત ચૂંટણીને કારણે ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝ ટળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી આપ્યા વગર પરત મોકલીછે. અરજીમાં પૂરતી વિગતો ન હોવાનું કહીને ફિલ્મ પરત કરવામાં આવી છે. ગુરુવારે પદ્માવતી ફિલ્મ સર્ટિફિકેશન માટે સેન્સર બોર્ડની પાસે ગઈ હતી. સૂત્રો કહે છે કે, હવે જ્યારે આ ફિલ્મ ફરી સેન્સર બોર્ડ પાસે આવશે ત્યારે તે ફરી નિયમો અનુસાર તેનો રિવ્યુ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -